તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 5th November 2026
રહેવર અને વંદે માતરમ સ્કુલ દ્વારા રોકાણ માર્ગદર્શન સેમીનાર

રાજકોટ : કે.એન. રહેવર સ્કુલ તથા વંદેમાતરમ શૈક્ષણિક સંકુલના સંયુકત ઉપક્રમે ‘ખુશી' ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ અંતર્ગત શિક્ષકો માટે ઇન્વેસ્ટમેન્ટ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ. શિક્ષકોને મ્યુચ્યુઅલ ફંડ, ઇકિવટી તથા ફિક્ષ ઇન્કમ પ્લાન, એસ.આઇ.પી વગેરે બાબતો અંગે તલસ્પર્શી માહિતી આપવાના હેતુથી ખુશી ઇન્વેસ્ટમેન્ટના ડાયરેકટર તજજ્ઞ આશિતભાઇ ઘેલાણીએ દ્રશ્ય - શ્રાવ્ય પ્રેઝન્ટેશન કરેલ. આ ઉપરાંત તેઓએ વીમા ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે હેલ્થ પ્લાનની પણ વિશિષ્ટ સમજ પૂરી પાડીને રોકાણકારોને તલસ્પર્શી માર્ગદર્શન પૂરૂં પાડયું હતું. આ તકે આશિતભાઇ ઘેલાણીનું ડૉ. શાંતિલાલ વીરડિયા અને રઘુવીરસિંહ રહેવર દ્વારા ખેસ પહેરાવીને અભિવાદન - સ્વાગત કરવામાં આવેલ. તેમજ આ પ્રોગ્રામમાં અતિથિ વિશેષ તરીકે ‘કોઇન-મેન' નરેન્દ્ર સોરઠિયા, કુંડલિયા કોલેજના શ્રી રાણીંગા, રહેવર સ્કુલના શુભેચ્છક માર્ગદર્શક, સલાહકાર શ્રી ડાંગર અતુલભાઇ મહેતા વગેરેએ આ પ્રોગ્રામને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વંદેમાતરમ સ્કુલનો એડમિન સ્ટાફ, રહેવર સ્કુલનો તમામ સ્ટાફ તથા સમગ્ર ‘ખુશી ફાયનાન્સિયલ સર્વિસીસ'ના કર્મચારી ગણે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૧૮૦ શિક્ષકો ઉપસ્થિત રહેલા.
(4:16 PM IST)










