<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

‘મીઠી' શેરડીની આડમાં ‘નશીલી' ખેતીઃ કાળીપાટ ગામે તેજા સાકરીયા ગાંજાના ૧૦ છોડ સાથે ઝડપાયો

એન્‍ટી નાર્કોટીકસ વિંગના પી.આઇ. બી.બી. જાડેજા, પીએસઆઇ વી.વી. ધ્રાંગુ અને ટીમ દ્વારા કાર્યવાહીઃ પહેલી વખત ગાંજો વાવ્‍યાનું આરોપીનું રટણ

રાજકોટ, તા. રપઃ રાજકોટ નજીકના કાળીપાટ ગામે વડાલી રોડ પર આવેલી વાડીમાં એન્‍ટી નાર્કોટીકસ વિંગે દરોડો પાડી શેરડીના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરનાર કાળીપાટના શખ્‍સને ઝડપી લઇ ૪.૮૪ લાખની કિંમતના ૯.૬૯૦ ગ્રામના ગાંજાના ૧૦ છોડ સહિતનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધીક પોલીસ કમિશનર ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી.બી. બીસયાની સુચનાને પગલે એન્‍ટી નાર્કોટીકસ વિંગના પીઆઇ બી.બી. જાડેજાની રાહબારીમાં પીએસઆઇ વી.વી. ધ્રાંગુ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે શહેરની નજીકના કાળીપાટ ગામે વડાલી રોડ ઉપર આવેલી ગોવિંદભાઇની વાડીમાં તેજા ગોવિંદભાઇ સાકરીયા (ઉ.વ. ૪પ રહે. ગોવિંદભાઇની વાડી, વડાલી રોડ, કાળીપાટ) વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યુ હોવાની બાતમી મળી હતી જેના આધારે ટીમે દરોડો પાડયો હતો. તપાસમાં વાડીમાં શેરડીના વાવેતરની વચ્‍ચે ગાંજાનું વાવેતર મળી આવતા પોલીસે તેને પકડી રૂા. ૪.૮૪ લાખની કિંમતનાં મુળીયા સાથેનો ૯.૬૯૦ કિ.ગ્રામનો ગાંજાનો છોડ, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂા. ૪.૯૪ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.  આ મામલે પુછતાછમાં આરોપીએ પહેલી વખત ગાંજાના છોડનું વાવેતર કર્યાનું રટણ કર્યુ હતું. હાલ પોલીસે તેની વધુ પુછતાછ જારી રાખી છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.બી. જાડેજા, તથા પો.સબ. ઇન્‍સ. વી.વી. ધ્રાંગુ તથા એએસઆઇ ઇન્‍્‌દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઇ રાઠોડ તથા પો.હેડ કોન્‍સ. મૌલિકભાઇ સાવલીયા તથા હાર્દિકસિંહ પરમાર, દિગ્‍વિજસિંહ ગોહિલ તથા પો.કોન્‍સ યોગેન્‍દ્રસિંહ ઝાલા તથા ડ્રાઇવર લોકરક્ષક નરેશભાઇ બારૈયા તથા એસઓજીના મહિલા પો.કોન્‍સ. ભાગ્‍યાલક્ષ્મીબા ઝાલાએ કરી હતી. તેમજ કે.એમ. તાવીયા એ અભીપ્રાય આપ્‍યો હતો.

(11:54 AM IST)