<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ઇન્‍ટરનેશનલ રોલર નેટેડ સ્‍કેટબોલ સ્‍પર્ધા : પૂજા હોબી સેન્‍ટરના બાળકો ભાગ લેશે

રાજકોટ : ગોવા ખાતે તા. ૩ થી ૮ ડિસેમ્‍બર દરમિયાન રોલર નેટેડ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા દ્વારા આયોજિત નેશનલ રોલર નેટેડ સ્‍કેટબોલ સ્‍પર્ધામાં રાજકોટના પૂજા હોબી સેન્‍ટરના બાળકોની પસંદગી થઈ છે.

આ સ્‍પર્ધામાં ૪ થી ૧૪ વર્ષની વયજૂથનાં બાળકો અલગ-અલગ શાળાઓમાંથી ભાગ લઈ રહ્યા છે. જેમાં રાહી નાગવેકર, ફલક પારેખ, શીખા પાબારી, દર્શિતા જાની, અતૈયાત ગોરી, રીતી ગાંધી, શાન થીબા, હેરીત રાખોલીયા, પ્રિયાંશ આડેસરા, સાક્ષત કક્કડ, ઝયાન પટેલ આ તમામ બાળકો છેલ્લા ઘણા સમયથી રાજકોટના પૂજા હોબી સેન્‍ટર ખાતે દીપુ દીદી, ડૉ. પૂજા રાઠોડ તથા સંચાલિકા પુષ્‍પાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ સઘન તાલીમ મેળવી રહ્યા છે.

આ નેશનલ સ્‍પર્ધામાં ગુજરાત ઉપરાંત મહારાષ્‍ટ્ર, દિલ્‍હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, કેરળ, હરિયાણા, તમિલનાડુ સહિત દેશનાં અનેક રાજ્‍યોમાંથી ૫૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. પસંદગી પામેલા રાજકોટના બાળકો ત્રણ અલગ-અલગ કેટેગરીમાં પોતાની રમતનું કૌશલ્‍ય દર્શાવશે. સ્‍પર્ધામાં વિજેતા બનનાર ટીમોને બીજા અને ત્રીજા સ્‍થાન સાથે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે રમવાની તક પણ પ્રાપ્ત થશે.

ગુજરાત રોલર નેટેડ સ્‍કેટબોલના કમિટીના સભ્‍યો મૌલેશભાઈ ઉકાણી, જવાહરભાઈ ચાવડા સમગ્ર કમિટી દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્‍યા છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂજા હોબી સેન્‍ટરના પુષ્‍પાબેન રાઠોડ અને દીપ્‍તીબેન અકબરી નજરે પડે છે.

(2:55 PM IST)