તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
જ્યોતિ સીએનસીના સહયોગથી આંતરરાષ્ટ્રીય ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ સંપન્નઃ દેશ-વિદેશના ૫૦૦ ખેલાડીઓએ ભાગ લીધો

રાજકોટઃ વડોદરા સ્થિત સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાજેતરમાં ‘ઇન્ટરનેશનલ ક્લાસિકલ બેલો ૧૮૦૦ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાંથી આવેલા અને ૫ થી ૬૦ વયના ૫૦૦ ચેસ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને ૧૦ થી ૧૫ જેટલા લ્લષ્ટિબાધિત ખેલાડીઓની સહભાગિતાએ સમગ્ર સ્પર્ધાને પ્રેરણાદાયી બનાવી હતી.
આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટને રાજકોટની અગ્રણી ઔદ્યોગિક સંસ્થા જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટના ઇવેન્ટ ઓર્ગેનાઇઝર શ્રી શૈલેશ રાવલે સમગ્ર આયોજનમાં, સંકલન અને વ્યવસ્થાપનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનનાં ડિરેક્ટર ડો.હરજીત કૌર ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર રાવજોગી, પોલીસ ઇન્સ્પેક્ટર વી. વી. ચૌધરી, નિશા ઠક્કર, અર્જુનસિંહ મકવાણા, સેન્ટ કબીર સ્કૂલના ચેરમેન એમ. કે. ટંડન, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના પૂર્વ સચિવ ભાવેશભાઈ પટેલ અને મયુરભાઈ પટેલ તેમજ બ્રાઇટ સ્કૂલના પ્રિન્સિપાલ ભાવિક પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હોવાનું જ્યોતિ સીએનસીની યાદી જણાવે છે.
ટુર્નામેન્ટની મુખ્ય ઇનામ શ્રેણીમાં પ્રથમ ક્રમે રોહિત રાહુલકુમાર જે. (રેન્ક૧)ને રૂ.૩૨,૦૦૦ અને ટ્રોફી, દ્વિતીય ક્રમે ડો. કનાની પાર્થ આર. (રેન્ક૨)ને રૂ.૨૩,૦૦૦ અને ટ્રોફી તથા તૃતીય ક્રમે સમૃદ્ધ ખરે (રેન્ક૩)ને રૂ.૧૧,૦૦૦ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ વેટરન (એસ૬૦) શ્રેણીમાં રાવલ શૈલેષ (રેન્ક૧૩)ને રૂ.૧૦,૦૦૦, ચતુર્વેદી નરેન્દ્રનાથ (રેન્ક૨૩) ને રૂ. ૬,૦૦૦ અને ગંગાધરા કિની (રેન્ક૨૬)ને રૂ.૪,૦૦૦ તથા ટ્રોફી આપવામાં આવી હતી. ૧૬૦૦થી ૧૬૯૯ રેટિગ શ્રેણીમાં રાજ પટેલ (રેન્ક૪)ને રૂ.૧૦,૦૦૦, ઇશાન અગ્રવાલ (રેન્ક૯)ને રૂ. ૬,૦૦૦ અને ધોરે રોહન (રેન્ક૧૨)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ૧૫૦૦થી ૧૫૯૯ રેટિગ શ્રેણીમાં વિશ્વાસ જોશી (રેન્ક૧૦)ને રૂ. ૧૦,૦૦૦, પરદેશી સિદ્ધાર્થ નંદકિશોર (રેન્ક૧૬)ને રૂ. ૬,૦૦૦ અને સોનાર ઋષિકેશ (રેન્ક૨૪)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી આપવામાં આવી હતી. ૧૪૦૦થી ૧૪૯૯ રેટિગ શ્રેણીમાં ઇધાંત વિશાલ પરમાર (રેન્ક૩૮)ને રૂ.૧૦,૦૦૦, ટંડન કબીર અર્જુન (રેન્ક૫૦)ને રૂ. ૬,૦૦૦ અને પુરંજય ચૌધરી (રેન્ક૭૫)ને રૂ.૪,૦૦૦ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ અનરેટેડ ખેલાડી શ્રેણીમાં વિશાલ એચ. હસરાજાણી (રેન્ક૫૯)ને રૂ.૧૦,૦૦૦, વિસાની કિશુક (રેન્ક૬૨) ને રૂ. ૬,૦૦૦ અને ઠાકુર કૃષ (રેન્ક૬૭)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી આપવામાં આવી હતી. અન્ડર૧૭ શ્રેણીમાં વિશ્વનાથ (રેન્ક૮)ને રૂ. ૧૦,૦૦૦, ત્રિવેદી ધ્વનિત દર્શન (રેન્ક૧૫)ને રૂ. ૬,૦૦૦ અને મિકદાદ મુસ્તફા મોતીવાલા (રેન્ક૧૭)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અન્ડર૧૧ શ્રેણીમાં સાઇરામ ચિદમ્બરમ લક્ષ્મણન (રેન્ક૫)ને રૂ.૧૦,૦૦૦, પ્રિયાંશ જિગરકુમાર જરીવાલા (રેન્ક૨૧)ને રૂ. ૬,૦૦૦ અને જય ઉર્વેશકુમાર મહેતા (રેન્ક૩૦)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે વડોદરાના શ્રેષ્ઠ ખેલાડી શ્રેણીમાં ગોહિલ વિશાલ (રેન્ક૬)ને રૂ.૧૦,૦૦૦, સાતા નેવાન રાકેશ (રેન્ક૩૧)ને રૂ. ૬,૦૦૦ અને આદિત્ય આશિષ પટેલ (રેન્ક૩૪)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
શૈલેશ રાવલે, આયોજનમાં સહયોગ આપનાર જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડના સીએમડી પરાક્રમસિંહ જાડેજા, કૂ. આરતી અગ્રાવત, શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા, અલયભાઈ દવે, ઉપેન્દ્રભાઈ પંચાલ, મેહુલભાઈ રાદડિયા તથા તમામ મહેમાનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટની ગેસફોર્ડ ચેસ ક્લબના હોદેદાર અને ચેસ લવર્સ, હર્ષદભાઈ ડોડીયા, જશરાજભાઈ પટેલ, હિતેશભાઈ અદાણી વગેરેએ ઉપસ્થિત રહી આયોજકોનો ઉત્સાહ વધારેલ. સાથે જ ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધાઓનું આયોજન કરીને નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હોવાનું જ્યોતિ ફાઉંડેશન-રાજકોટના કૌશિકભાઈ સોલંકીની અખબારી યાદીમાં જણાવાયું છે.
(2:17 PM IST)










