<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

આજીડેમ પોલીસ સ્‍ટેશન દ્વારા લોઠડા ખાતે ઔદ્યોગિક સુરક્ષા અને જાગૃતિ સેમિનાર યોજાયો

ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવે કાયદાઓ વિશે વિસ્‍તૃત સમજ આપીઃ લોકભાગીદારીમાં સહયોગ આપનારાઓનું સન્‍માનઃ પીઆઇ એચ. એન. પટેલ અને ટીમ દ્વારા સફળ આયોજન

રાજકોટ તા. ૩૧: શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા તથા જેસીપી ચૈતન્‍ય મંડલિકની સૂચના અન્‍વયે આજીડેમ પોલીસ સ્‍ટેશન દ્વારા લોઠડા ગામ ખાતે ઔદ્યોગિક એકમ સુરક્ષા તથા જાગળતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ડીસીપી હેતલ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલા આ કાર્યક્રમમા એસીપી બી.વી. જાધવ અને આજીડેમ પી.આઈ. એચ.એન. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સેમિનારમાં લોઠડા-પડવલા-પીપળાણા ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો તેમજ નાના-મોટા ઔદ્યોગિક એકમોના માલિકો, સંચાલકો અને મેનેજરો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ડીસીપી હેતલ પટેલે ઉદ્યોગપતિઓને કાયદો અને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે ફેક્‍ટરીમાં કામ કરતા બહારગામ કે આંતરરાજ્‍યના શ્રમિકોની પોલીસ સ્‍ટેશનમાં ફરજિયાત નોંધણી કરાવવા, સીસીટીવી કેમેરા લગાવવા તેમજ નવીન કાયદાઓ વિશે વિસ્‍તળત સમજ આપી હતી. તાજેતરમાં કુવાડવા ખાતે ચોરી કરતાં પકડાયેલા કર્મચારીને માર મારતા થયેલા મોતના બનાવનો સંદર્ભ આપી તેમણે કોઈપણ સંજોગોમાં કાયદો હાથમાં ન લેવા અને ૧૧૨ ઉપર પોલીસની મદદ મેળવવા તાકીદ કરી હતી. આ ઉપરાંત, અમદાવાદ ફટાકડા ફેક્‍ટરીમાં થયેલા બ્‍લાસ્‍ટ અને સ્‍થાનિક સોફા ફેક્‍ટરીની આગની ઘટનાઓ ધ્‍યાને રાખી દરેક એકમમાં ફાયર સેફ્‌ટી સાધનો વસાવવા અને મોકડ્રીલ યોજવા સુચના આપી હતી.

આ પ્રસંગે પોલીસ કામગીરીમાં લોકભાગીદારી દાખવી ઉત્‍કળષ્ટ સહયોગ આપનાર શ્રેષ્‍ઠીઓનું ડીસીપી હેતલ પટેલ દ્વારા સાલ ઓઢાડી સન્‍માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્‍યું હતું. જેમાં માંડાડુંગર વિસ્‍તારમાં ગુનાખોરી અટકાવવા સીસીટીવી નેટવર્ક ઉભું કરવા અને પોલીસ સ્‍ટેશન માટે રૂ. ૮ લાખના ખર્ચે ૫ કોમ્‍પ્‍યુટર સિસ્‍ટમ અર્પણ કરનાર મીરા કાસ્‍ટિંગના અશ્વિનભાઈ સોરઠીયા તેમજ પોલીસ સ્‍ટેશનના સંડાસ-બાથરૂમની મરામત અને વળક્ષારોપણ કરાવનાર મિસરી ડેરી ફાર્મના સંજયભાઈ ખુંટનો સમાવેશ થાય છે. અંતમાં ઉદ્યોગપતિઓના પ્રશ્નો સાંભળી તેના ત્‍વરિત નિરાકરણની બાહેંધરી આપવામાં આવી હતી.

(2:57 PM IST)