<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

સમાજમાં ઉત્‍કૃષ્‍ટ અને પ્રેરણાદાયી યોગદાન આપનાર વ્‍યકિતઓ/સંસ્‍થાઓને મનપા દ્વારા ગાંધી એવોર્ડથી સન્‍માનીત

રાજકોટઃ મહાનગરપાલિકાની સર્વોચ્‍ચ સત્તા ધરાવતું બોર્ડ એટલે જનરલ બોર્ડ, એનું સ્‍થાન જેમ દેશમાં પાર્લામેન્‍ટનું છે તેમ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડનું છે. આથી રાજકોટ  શ્રેષ્‍ઠીઓનું સન્‍માન કરવા માટેનું સોૈથી યોગ્‍ય સ્‍થળ જનરલ બોર્ડને ગણીને ૬ મહાનુભાવોને તથા એક સંસ્‍થાને ગાંધી એવોર્ડ એનાયત કરાયા હતા.  મેયર ડો. નેહલ શુકલ દ્વારા જનરલ બોર્ડમાં આ તમામ મહાનુભાવોના પ્રદાન અંગેની સવિસ્‍તાર માહિતી આપીને તેમના સન્‍માન કરાયા. કોરમ છોડીને મેયર, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન તથા સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પોતે આ સોૈ મહાનુભાવોને  તેમના ઘેર રૂબરૂ જઇને જનરલ બોર્ડમાં ઉપસ્‍થિત રહી એવોર્ડ સ્‍વીકારવા નિમંત્રણ આપ્‍યા હતા. મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત સામાન્‍ય સભામાં ‘ગાંધી એવોર્ડ' એનાયત કરવામા આવ્‍યો  હતો શહેરની વિવિધ ક્ષેત્રની છ પ્રતિભાઓ અને એક સેવાકીય સંસ્‍થાનું મેયર નેહલ શુક્‍લ સહિતના પદાધિકારીઓના હસ્‍તે સન્‍માન કરાયું  હતું. ગાંધી એવોર્ડ મેળવનાર, સમાજ શ્રેષ્ઠી નરેશભાઇ પટેલ વતી તેમના  પુત્ર શિવરાજ પટેલ સન્‍માન સ્‍વીકાર્યુ હતું. સાથે, સમાજ શ્રેષ્ઠી મૌલેશભાઈ ઉકાણી,  ઉદ્યોગપતિ રામભાઇ મોકરિયા,  સેવાકીય સંસ્‍થા તરીકે નિયો ફાઉન્‍ડેશન , સહકાર ક્ષેત્રે દિનેશભાઇ પાઠક (ચેરમેન, રાજકોટ નાગરિક બેન્‍ક), નારીરત્‍ન ઈન્‍દિરાબેન શિંગાળા, કલા ક્ષેત્રે તેજસભાઈ શીશાંગિયા મેયર નેહલ શુકલ, ડે. મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટે. ચેરમેન પરશે પીપળીયા તથા મ્‍યુ. કમિશનર તુષાર સુમેરા દ્વારા શાલ તથા મોમેન્‍ટો આપી સન્‍માનીત કરાયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:53 PM IST)