<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

એક ભારત, શ્રેષ્‍ઠ ભારતઃ સરદાર પટેલની જન્‍મ જયંતિએ શહેર પોલીસ દ્વારા દેશની એકતા અને અખંડિતતાની દોડ

 

રાજકોટઃ દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧પ૧મી જન્‍મ જયંતિ નિમીતે રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્‍ડ ખાતેથી ‘રન ફોર યુનીટી' યોજાઇ હતી. આ સમયે મંત્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, દર્શીતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, મેયર નેહલભાઇ શુકલ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ઝોન-૧ અને ર ડીસીપી  હેતલ પટેલ, રાકેશ દેસાઇ, ટ્રાફિક ડીસીપી ડો. હરપાલસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્‍થીત રહયા હતા. આ તકે સૌએ રાષ્‍ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાના શપથ લઇ એકતાની દોડમાં ભાગ લીધો હતો.

(2:17 PM IST)