<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

રેસકોર્ષ પાર્ક પાસે ફટાકડા ફોડવા મામલે દૂકાન પર પથ્‍થરમારાની ઘટનામાં મહિલા સહિત ત્રણ વિરૂધ્‍ધ કામીલની વળતી ફરિયાદ

અગાઉ પ્ર.નગર પોલીસે ગુંજનબેનની ફરિયાદ પરથી કામિલક, અભિજીત સહિતની સામે ગુનો નોંધ્‍યો હતો

રાજકોટઃ એરપોર્ટ ફાટક નજીક રેસકોર્ષ પાર્ક ફલેટ નં. ૬૩માં રહેતાં ગુંજનબેન મનોજભાઇ ગણાત્રા (ઉ.વ.૨૭) નામના યુવતિ સહિતના પરિવારજનો ફાટક નજીક રાજકૃતિ એપાર્ટમેન્‍ટ પાસે આવેલી પોતાની દૂકાન પાસે ફટાકડા ફોડતા હતાં ત્‍યારે અભીજીત પરમાર, કામીલ સંધી અને અજાણ્‍યાએ અહિ રોડ પર કેમ ફટાકડા ફોડો છો? કહી ઝઘડો કરી જતાં રહ્યા બાદ  ફરીથી આવીઅપશબ્‍દો બોલી મારામારી કરી દૂકાન ઉપર પથ્‍થરમારો કર્યો હતો. આ અંગે ગુનો નોંધાયા બાદ કામીલે પણ વળતી ફરિયાદ દાખલ કરાવી હતી.

વળતી ફરિયાદમાં પ્ર.નગર પોલીસે જામનગર રોડ પોલીસ હેડક્‍વાર્ટર આંગણવાડી સામે બ્‍લોક નં. ૨ ક્‍વાર્ટર નં. ૩૦માં રહેતાં કામીલ ઇમ્‍તિયાઝભાઇ જુણાચ (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી ગુંજનબેન, ધ્રુવ રાવલ અને ધ્રુવીલ રાવલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. કામીલ પરિવાર સાથે રહે છે અને અભ્‍યાસ કરે છે. તેણે જણાવ્‍યું હતું કે દિવાળીની રાતે એકાદ વાગ્‍યે હું અને મારો મિત્ર અભીજીતસિંહ ધર્મેન્‍દ્રસિંહ પરમાર એક્‍ટીવા પર એરપોર્ટ ફાટક તરફ જતાં હતાં ત્‍યારે મારૂતિનગર રોડ મીરા મોબાઇલ પાસે રસ્‍તામાં કેટલાક લોકો ફટાકડા ફોડતાં હોઇ એક ફટાકડો મારા તરફ નાખતા મેં એકટીવા ઉભુ રાખી આ લોકોને સમજાવ્‍યા હતાં. ત્‍યારે મીરા મોબાઇલવાળા ગુંજનબેન પ્‍લાસ્‍ટીકનો પાઇપ લઇને આવ્‍યા હતાં અને મને મારવા જતાં મેં પાઇપ પકડી લીધો હતો. બાદમાં મને ધ્રુવ, ધ્રુવીલે માર મારી ધમકી દીધી હતી. બંને પક્ષની ફરિયાદ પરથી પોલીસે કાર્યવાહી કરી હતી. પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં કાર્યવાહી થઇ હતી.

(12:22 PM IST)