તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
જૂગાર ધારાના બે ગુનામાં ફરાર ભગવતીપરાનો ઇમરાન પકડાયો
પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૧: શહેરના ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારધારાના બે ગુનામાં નાસતા ફરતાં શખ્સ ઇમરાન ઉર્ફે ગઢવી જાહીદભાઇ સમા (ઉ.વ.૩૫-રહે. ગરીબ નવાઝ મંજીલ, રામનાથપરા હુશેની ચોક, જમાતખાના સામે)ને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પકડી લઇ ડીસીબી પોલીસને સોંપ્યો છે.
ઇમરાન ઉર્ફે ગઢવી સામે જુગારધારાના બે ગુના નોંધાયા હોઇ તે ફરાર હતો. તેને પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા અને કોન્સ. દોલતસિંહ રાઠોડે પકડી લીધો હતો.
(2:32 PM IST)










