<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

IRCTCનો મહત્‍વનો નિર્ણયઃ ૧ લી નવેમ્‍બરથી મૂસાફરોને સુપ, સલાડ, દહીં, અથાણા નહી મળેઃ ગુણવતા પર ભાર મૂકાયો

રાજકોટ તા.૨૫: રેલ્‍વેની કંપની આઇઆરસીટીસીએ એક મહત્‍વનો નિર્ણય લીધો છે. IRCTC એ મુસાફરોને અપાતા ભોજનના મેનુમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. એક નવેમ્‍બરથી ટ્રેનોમાં આ ફેરફાર લાગુ કરાયો છે. હવે આઠ-દસ વાનગીઓને બદલે માત્ર ચાર જ વસ્‍તુઓ મળશે. સુપ,સલાડ, દહીં અને અથાણું હટાવાયા છે. IRCTCઆઈના કહેવા મુજબ ગુણવત્તા સુધારવા આ નિર્ણય કરવામાં આવ્‍યો છે. દિલ્‍હી-વારાણસી,મુંબઈ-બેંગલોર અને હાવડા-કામાખ્‍યા વંદે ભારત ટ્રેનોમાં નવા મેનુનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે.

(12:31 PM IST)