તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
કલેકટર તંત્રના અધીકારીઓની મહત્વની સ્પષ્ટતાઃ કોઇપણ મતદારે ૪ મત આપવા ફરજીયાત નથીઃ પરંતુ વધૂમાં વધૂ ૪ મત આપી શકાય અને પીળુ રજીસ્ટર્ડ ‘બટન' દબાવવું ફરજીયાત

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આજે કલેકટર તંત્રના ઉચ્ચ અધિકારીઓએ જણાવેલ કે જે તે બોર્ડની ચૂંટણીમાં કોઇપણ મતદારે ૪ વોટ આપવા ફરજીયાત નથીઃ મતદાર ૧ અથવા ર અથવા ૩ મત પણ આપી શકેઃ કોઇપણ મતદાર વધૂમાં વધૂ ૪ મત આપી શકેઃ મત આપ્યા બાદ પીળુ રજીસ્ટર્ડ બટન દબાવવું ફરજીયાત છે! જો કોઇ મતદારને કોઇને પણ મત આપવો ન હોય તો તેઓ NOTA (નોટા) ને પણ મત આપી શકે.
(2:51 PM IST)










