<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ગેરકાયદે હથિયારોનું લે-વેચ કૌભાંડઃ બે પીસ્‍તોલ-એક તમંચા સાથે વધુ એક ઝડપાયો

અત્‍યાર સુધીમાં ઝડપાયેલા હથિયારોનો આંકડો ૩૧ ઉપર પહોંચ્‍યોઃ થાનના યશપાલસિંહ ઝાલાની ધરપકડ સાથે ધરપકડનો આંક ૧૪ ઉપરઃ પી.સી.બી.ની કામગીરી

રાજકોટ, તા. ૧૮: રાજકોટ પ્રીવેન્‍શન ક્રાઇમ બ્રાંચ દ્વારા ગેરકાયદે હથીયારોના કૌભાંડમાં આજે સુરેન્‍દ્રનગરના થાનગઢની મેઇન બજારમાં રહેતા યશપાલસિંહ જયપાલસિંહ ઝાલા ઉ.વ. ર૬ ને ઝડપી લઇ બે પીસ્‍તોલ અને એક દેશી તમૅચો કબ્‍જે કરવામાં આવ્‍યો હતો. આ હથીયાર તેણે ચોટીલાના મધ્‍યસ્‍થી અને અગાઉ ઝડપાયેલા પ્રદિપ અનકભાઇ કરપડા પાસેથી ખરીદયા હતા. પોલીસે ર૦ હજાર ની કિંમતની બે પીસ્‍તોલ અને પાંચ હજારની કિંમતનો એક તમંચો કબ્‍જે કર્યો છે. જો કે આ કિંમતથી ગ્રાહક એવા ભાવના ધોરણે હથીયારોનું ખરીદ વેચાણ કરાતુ હોવાનું ખુલ્‍યુ છે.

ગત અઠવાડીયે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા નજીક હથીયારોની ડીલીવરી કરવા મધ્‍યપ્રદેશનો મુખ્‍ય સપ્‍લાયર આવી રહયા ની બાતમી પરથી દેશી બનાવટની પીસ્‍તોલ-રીવોલ્‍વર, તમંચા સાથે પાંચ શખ્‍સોને ઝડપી લેવાયા હતા. મધ્‍યપ્રદેશના ધાર જીલ્લાના મુખ્‍ય આરોપી શકીલ સાદીક મનસુરી ઉપરાંત લોકલ કડીના જયસુખ વાઘેલા, ગાવસ્‍કર ઉર્ફે દર્શન રોજાસરા, અનીલ ખેતરીયા અને પ્રદિપ કરપડા હથીયારોની ગેરકાયદે લે-વેચમાં સંકળાયેલા હતા. આ શખ્‍સોને ચાર દિવસના રીમાન્‍ડ પર લેવાયા બાદ ખરીદારોના નામ અને સરનામાં ખુલ્‍યા હતા જે અંતર્ગત અત્‍યાર સુધીમાં ૧૪ આરોપીઓ પાસેથી ૩૧ પીસ્‍તોલ-રીવોલ્‍વર, તમંચા અને ૩ર કાર્ટીસ ઝડપી લેવાયા છે.

ઉપરોકત કામગીરી પો.ઇન્‍સ. એમ.આર. ગોંડલીયા, પો.સબ. ઇન્‍સ. પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્‍વામી નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા, પો.કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, ડ્રા.પો.કોન્‍સ. જયેશભાઇ ગઢવીએ કરી હતી

(2:47 PM IST)