તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
આરંભે જ શૂરા સાબિત ન થતા, કોર્પોરેટરો પ વર્ષ દોડજો...
સોશ્યલ મિડીયામાં પ્રચાર કરજો, પણ કામ જમીન સ્તરે રાખજો! લોકોની લાગણી

લોક પ્રશ્ને દોડતા નવનિયુકત નગરસેવકોઃ શહેરના વિવિધ વિસ્તારોમાં જનસુખાકારી, સમસ્યા નિવારવા કોર્પોરેટરો દોડવા લાગ્યા છે. ઉપરોત તસ્વીરોમાં વોર્ડ નં. ૧ માં પાણીની લાઇન તુટતા રીપેરીંગ કરાવતા કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર અલ્પેશભાઇ મોઝરીયા તથા વોર્ડ નં. ૧૩ માં ચોમાસા પહેલા ભુગર્ભ ગટર સફાઇ માટે કોર્પોરેટર મોહિતસિંહ જાડેજા પડેપગે રહયા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટઃ તા.૧૪: ભલે આવતા અઠવાડીયએ મનપા પદાધિકારીઓની વરણી થવાની છે, પણ લોકોના પ્રશ્નો સતત આવતા હોય છે. તેવમાં નવા ચૂંટાયેલા નગરસેવકોને જીતના પ્રથમ દિવસથી જ કામગીરી શરૂ થઇ જાય છે.
શહેરના વોર્ડ નં. ૧, વોર્ડ નં. ૧૩ સહિતના વિસ્તારોમાં દરરોજ જનસમસ્યાઓ ઉભી થઇ રહી છે. ત્યારે વોર્ડ નં. ૧ ના નવનિયુકત કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર અલ્પેશભાઇ મોરઝરીયા સહિતના લોકોએ વિસ્તારમાં લાઇન તુટતા તુરંત રિપેરીંગ કરાવી પાણીનો વેડફાટ બચાવ્યો હતો. તેવી જ રીતે વોર્ડ નં. ૧૩ માં પણ મોહિતસિંહ જાડેજા અને કાર્યકરો દ્વારા પણ ભુર્ગભ ગટરની ચોમાસા અગાઉ સફાઇ કરાવી જનપ્રતિનિધિની જવાબદારી નિભાવી હતી. આવી જ રીતે અન્ય વોર્ડમાં પણ નવનિયુકત કોર્પોરેટરોએ જનલક્ષી સમસ્યાને ઉકેલવાનું શરૂ કરી દીધું છે.
જો કે આરંભે જ શૂરા સાબિત થવાને બદલે આ તમામ કોર્પોરેટરો પ વર્ષ પુરી નિષ્ઠાથી લોકસેવા અને નગરજનોની સુવિધા વધારવા ઓતપ્રોત રહે તે જરૂરી છે.
ઉપરાંત નવી પેઢીમાં નવી ટેકનોલોજીના કારણે પોતાના કામને સોશ્યલ મિડીયામાં મુકવાનો ટ્રેન્ડ વધ્યો છે, ત્યારે નગરસેવકો સોશ્યલ મિડીયામાં જ નહીં પણ લોકો વચ્ચે પણ રહે તેવી લાગણી રાજકોટીયનો સેવી રહયા છે.
આવનાર પાંચ વર્ષમાં કયાં નગરસેવકે કેટલું કામ કયું તે નજરે પડશે જ પણ ખરા અર્થમાં જમીન સ્તરે જ કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
(3:19 PM IST)










