News of Saturday, 10th October 2026
ગરબે રમતી યુવતીઓનો વિડીયો કે ફોટો લીધા તો નવરાત્રીની આરતી‘લોકઅપ'માં થશે

રાજકોટ : નવરાત્રીના પાવન પર્વને લઇ ખેલૈયાના પગમાં થનગનાટ થવા લાગ્યો છે. ત્યારે આ તહેવારમાં તકે ગરબા ગ્રાઉન્ડમાં રાસ રમતી યુવતીઓની પરમીશન વગર જો વિડીયો ઉતારશો કે ફોટા પાડશો તો ‘લોકઅપ' માં જવાનો વારો આવશે. શહેર પોલીસની ‘શી-ટીમ' સાદા ડ્રેસ અને અર્વાચીન પહેરવેશમાં ગરબા ગ્રાઉન્ડમાં સજ્જ રહેવાની છે. ત્યારે અટકચાળો કે રોમીયોગીરી કરનાર શખ્સો પર બાજ નજર રખાશે. પોલીસ દ્વારા સોશ્યલ મિડીયામાં વિડીયો શેર કરીને યુવતીઓની પરમીશન વગર વિડીયો કે ફોટા લેતા શખ્સોને ચેતવી ‘કડક' કાર્યવાહી કરવા સુધીની ચેતવણી છે.
(3:26 PM IST)










