તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
ઇશ્વર એક અંગ લઇ લ્યે છે તો બીજી શક્તિ માનવીમાં મૂકતો જ હોય છે, જેનું ઉદાહરણ આ બાળકો છે : નેહલ શુકલ
દાદાજીની સ્મૃતિમાં યોજાતા કાર્યક્રમ માટે સંસ્થાની આભારી છું : મારા જાહેર જીવનમાં અરવિંદભાઇ રોલ મોડલ રહ્યા છે : ડૉ. દર્શિતા શાહ

રાજકોટ : શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ રાષ્ટ્રીય અગ્રણી ડૉ. સ્વ. પી. વી. દોશી (પપ્પાજી)ની જન્મ જયંતી નિમિત્તે દિવ્યાંગ બાળકોનો રંગારંગ ટેલેન્ટ શો‘‘સ્નેહસ્પર્શ'' તાજેતરમાં યોજાઈ ગયો. ૧૧ સંસ્થાઓના ૨૫૦ દિવ્યાંગ બાળકોએ પોતાની કલાશક્તિને ત્રણ કલાક સુધી રજૂ કરી હતી. સેન્ટ ગાર્ગી સ્કૂલના વિદ્યાર્થીઓએ પિતા પુત્રીનો સંબંધ વ્યક્ત કરતું હૃદય સ્પર્શી નાટક પ્રસ્તુત કરેલ હતું.
આ તકે ઉપસ્થિત રાજકોટના મેયરશ્રી ડોક્ટર નેહલ શુક્લએ દીપ પ્રાગટય કરીને બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે ઈશ્વર એક અંગ લઈ લે તેની સામે બીજી અન્ય શક્તિ માનવીમાં મૂકતો જ હોય છે. જેનું ઉદાહરણ આ બાળકો છે, મેયરશ્રીએ રાજકોટને સ્વચ્છ બનાવવા અને રેન્કિંગમાં આગળ લઈ જવા માટે નાગરિકો જ્યાં ત્યાં કચરો ન નાખે તેવી હૃદયસ્પર્શી અપીલ કરી હતી. જેને ઉપસ્થિત શ્રોતાઓએ ઝીલી લીધી હતી.
ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે પોતાના દાદાજીની સ્મળતિમાં પ્રતિવર્ષ યોજાતા આ કાર્યક્રમ માટે સંસ્થાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, જાહેર જીવનમાં અરવિંદભાઈ મણિઆર તેમના રોલ મોડલ રહ્યા છે. થોડા દિવસો પૂર્વે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનું બન્યું ત્યારે તેમને રાજકોટની સંસ્થાઓ વિશે પળચ્છા કરી તેનો સાભાર ઉલ્લેખ દર્શિતાબેને કર્યો હતો.
ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. વલ્લભભાઈ કથીરીયાએ દિવ્યાંગ બાળકોની ક્ષમતા બહાર લાવવા હાકલ કરેલ. ડી.વી .મહેતા જીનિયસ ગ્રુપ, દીનાબેન મોદી, વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગળહ, અપુલભાઈ દોશી જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન તેમજ ફ્રીડમ યુવા ગ્રુપના ભાગ્યેશભાઈ વોરાનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, અધ્યક્ષ સ્થાને ફાલ્કન ગ્રુપના શ્રી જગદીશભાઈ કોટડીયા, મુખ્ય મહેમાન તરીકે શ્રી હરેશભાઈ વોરા, જીતુભાઈ બેનાણી, ડી. કે. સખીયા અને રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક વીરભદ્રસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું ડૉ. કથીરિયા, ટ્રસ્ટી હંસિકાબેન મણીયાર, શિવુભાઈ દવે અને રાજુભાઈ ધ્રુવના હસ્તે અભિવાદન કરાયું હતું. સંચાલન પ્રોજેક્ટ ઇન્ચાર્જ નિલેશભાઈ શાહે કર્યું હતું. શ્રી કલ્પકભાઈ મણિયાર બહારગામ હોવાથી તેમણે શુભેચ્છા પાઠવી હતી. આભાર વિધિ રાજુભાઈ ધ્રુવે કરેલ હતી.
સાંસ્કળતિક કાર્યક્રમમાં વિરાણી બહેરા મૂંગા શાળા, અંધ મહિલા વિકાસ ગળહ, સ્નેહનિર્ઝર, મંત્ર ફાઉન્ડેશન, જીનીયસ સુપર કિડ્સ, સેતુ ફાઉન્ડેશન, એકરંગ સંસ્થા, પ્રયાસ પેરન્ટ્સ, પરમાર્થ એજ્યુકેશન, નવ શક્તિ વિદ્યાલય તથા પાર્થ ફાઉન્ડેશનના બાળકો સામેલ થયા હતા.
તમામ સંસ્થાઓને શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી રૂા. ૪૦૦૦, જીતુભાઈ બેનાણી અમિધારા ડેવલપર્સ તરફથી રૂા. ૫૦૦૦, ડૉ. રેખાબેન ઉદાણી તરફથી રૂા. ૫૦૦૦, માતુશ્રી વસંતબેન મોદી હસ્તે ઉપેનભાઈ મોદી તરફથી રૂા. ૨૦૦૦, એમ કુલ મળી રૂા. ૨૧૦૦૦ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટના કમિટી મેમ્બર શ્રી રમેશભાઈ પરમારની પ્રેરણાથી ડી.કે. સખીયાએ દરેક સંસ્થાને રૂા. ૫૦૦૦ ભેટ આપવાની જાહેરાત સ્થળ ઉપર જ કરી. તેમજ આ કાર્યક્રમ માટે મુકેશભાઈ દોશીએ રૂા. ૧૧૦૦૦, તથા અવનિબેન ઝાટકિયાએ રૂા. ૫૦૦૦ તેમજ શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના કમિટી મેમ્બર શ્રી જયંતીભાઈ પટેલ તરફથી તમામ બાળકોને ભેટ, ઇન્દ્રવદનભાઇ રાજ્યગુરુએ રૂા. ૫૦૦૦, હસુભાઈ ગણાત્રાએ રૂા. ૫૦૦૦ ટ્રસ્ટને અર્પણ કરેલ હતા. શ્રી હસુભાઈ સોનછત્રા તરફથી નાસ્તો આપવામાં આવેલ હતો.
ઉપરોક્ત વૈવિધ્યસભર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રી જાહનવીબેન લાખાણીએ કરેલ. ‘‘સ્નેહ સ્પર્શ''ના કમિટી મેમ્બર્સરાજુલભાઈ દવે, હસુભાઈ ગણાત્રા, ઉમેશભાઈ દફતરી અને પ્રભાતભાઈ ડાંગરે સેવાઓ આપેલ.
શ્રી રજનીભાઈ બાવીશી, નરેન્દ્રભાઈ દવે, ડૉ. બળવંતભાઈ જાની, હર્ષલભાઈ મણીઆર, મિહિરભાઈ મણીઆર, તળપ્તિબેન મણિઆર, મુકેશભાઈ દોશી, ડૉ. રેખાબેન ઉદાણી, અવનિબેન ઝાટકિયા, ઉપેનભાઈ મોદી, કાન્તાબેન કથીરીયા, જયંતભાઈ ધોળકિયા, રમાબેન હેરભા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હોવાનું અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના નિલેશભાઈ શાહ (મો. - ૯૮૨૫૨૯૦૬૨૫)એ જણાવ્યું છે.
(2:22 PM IST)










