<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

રાજકોટમાં કોંગ્રેસનું શાસન આવશે તો પ્રથમ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં જ લેવાશે પ્રજાલક્ષી નિર્ણયઃ મુકુલ વાસનિકજી

૫૦ થી ૭૦ વારના મકાનોનો ટેક્‍સ નાબૂદ, દરેક વોર્ડમાં અંગ્રેજી માધ્‍યમની શાળા અને આરોગ્‍ય સુવિધાઓના આધુનિકીકરણનું કોંગ્રેસનું વચન

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના રાજકીય માહોલ વચ્‍ચે, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી આજે રાજકોટ શહેર આવ્‍યા હતા. તેઓએ મતદારોને એક મોટી ગેરેંટી આપી છે. કે, જો રાજકોટની જનતા કોંગ્રેસને સત્તા સોંપશે, તો પ્રથમ સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં જ જનતાના હિતમાં મોટા અને ત્‍વરિત નિર્ણયો લેવામાં આવશે. આ અંગે યોજાએલ પત્રકાર પરીષદમાં મુકુલ વાસનીકજીએ જણાવેલ કે ૫૦ થી ૭૦ વાર સુધીના મકાનોને પ્રોપર્ટી ટેક્‍સમાંથી સંપૂર્ણ મુક્‍તિ આપવામાં આવશે. શહેરના તમામ ૧૮ વોર્ડમાં આધુનિક સુવિધા ધરાવતી અંગ્રેજી માધ્‍યમની કોર્પોરેશન સંચાલિત શાળાઓ શરૂ કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ચાલતા તમામ દવાખાનાઓને અધતન બનાવી, ગરીબ અને મધ્‍યમવર્ગીય પરિવારોને શ્રેષ્‍ઠ સારવાર વિનામૂલ્‍યે પૂરી પાડવામાં આવશે. ગુજરાતની પ્રજા પરિવર્તન ઝંખે છે અને કોંગ્રેસ પર તેમને અતૂટ વિશ્વાસ છે. અમે ચૂંટણીમાં આપેલા એક-એક વચનને નિભાવવા માટે કટિબદ્ધ છીએ. સત્તામાં આવતા જ અમારા નિર્ણયોમાં જનતાને તાત્‍કાલિક રાહતનો અનુભવ થશે.

તસ્‍વીરમાં મુકુલ વાસનીકજી સાથે દેવેન્‍દ્ર યાદવ (ધારાસભ્‍ય ભીલાઇ, છતિસગઢ), ડો.નિદત્ત બરોટ, શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા, મહેશભાઈ રાજપુત, ગોપાલભા/ અનડકટ, વશરામભાઈ ચાવડા, મુકેશભાઈ ચાવડા નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:31 PM IST)