<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

અર્જુન ખાટરિયા જીતે તો જિલ્લા પંચાયતમાં નવો ઇતિહાસ સર્જાશે

રાજકોટ જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બેઠક પરથી ઉમેદવારી અગાઉ સળંગ ચાર વખત કોંગ્રેસમાંથી ચૂંટાયેલા

રાજકોટ તા. ર૧ :.. જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બક્ષીપંચ અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે શ્રી અર્જુન ઘનશ્‍યામભાઇ ખાટરિયા ચૂંટણી લડી રહ્યા છે. જો આ વખતે તેઓ ચૂંટાય તો જિલ્લા પંચાયતમાં સતત પાંચમી વખત ચૂંટાવાનો અને ફરી સૌથી સિનિયર સભ્‍ય બનવાનો ઇતિહાસ સર્જાશે. ભાજપની બહુમતી આવે તો તેઓ પ્રમુખ પદના મજબૂત ઉમેદવાર ગણાય છે. પંચાયતનું પ્રમુખપદ પ્રથમ અઢી વર્ષ બક્ષીપંચ માટે અનામત છે.

શ્રી અર્જુન ખાટરિયા સતત ચાર વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા. ૩ વર્ષ પહેલા તેઓ ભાજપમાં જોડાયા છે. એક ટર્મ સુધી તેઓ અને તેના ધર્મપત્‍ની સાથે જ સભ્‍ય તરીકે ચૂંટાયા હતા. આ વખતે ૩ ટર્મના માપદંડના કારણે છેલ્લી ઘડી સુધીની અનિヘતિતા વચ્‍ચે તેમને ભાજપની ટીકીટ મળતા ચૂંટણી લડી રહ્યા છે. જો તેઓ ચૂંટાય તો સળંગ ૪ વખત એક રાષ્‍ટ્રીય રાજકીય  પક્ષમાંથી અને પાંચમી વખત બીજા રાષ્‍ટ્રીય રાજકીય પક્ષમાંથી ચૂંટાવાની રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ અને કદાચ રાજયની તમામ જિલ્લા પંચાયતોમાં પ્રથમ ઘટના બનશે. (મો. ૯૭૧૪૦ પપપપપ રાજકોટ)

(11:37 AM IST)