તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
વિરપુર જાવુ કે સતાધાર જાવુ હાલ તને હાલ જલારામ બતાવું...રઘુવંશી રાસોત્સવનું ગ્રાઉન્ડ હાઉસફુલ
આજ રાત્રે ભવ્ય મેગા ફાઇનલ રમાશે સાથે લાખેલા ઇનામોની વણઝાર.......

રાજકોટઃ નવરાત્રિના નવમાં નોરતે અકિલા રઘુવંશી પરીવાર રાસોત્સવમાં ખલૈયાઓ અલગ-અલગ ગ્રુપ દ્રારા અવનવા ડ્રેસકોડ સાથે સુર અને તાલ સંગ રાસ રમતા ગ્રાઉન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું એક થી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતો તેમજ ખ્યાતનામ એવા શુભઈવેન્ટસના આશિષ કોટક તથા કવિતા કોટકનું ઓર્કેસ્ટ્રા સાથે અદ્યતન સાઉન્ડ સીસ્ટમથી ખેલૈયાઓ આફરીન થયા હતા અને મન મુકી ડોલી ઉડયા હતા. ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમ્યા હતા ત્યાર બાદ વિજેતાની જાહેરાત થતા જ ખેલૈયાઓમાં આનંદ જોવા મળ્યો હતો રઘુવંશી સમાજ એક જ વિશાળ ગ્રાઉન્ડમાં એકઠો થઇ એક પારીવારી માહોલમાં સજજડ સુરક્ષા સાથે અનેક અવનવી સ્ટાઇલમાં ગરબે રમતા જોઈ મહેમાનોની આંખમાં હરખ હેલી વહેતી હતી. ગાયક કલાકાર અજય ગઢવી, અંજુ મકવાણા, વિજય બારોટ, કાજલ કાથરેચા એન્કર ભાવેશ મેર, રશ્મી માણેકએ ખેલૈયાઓને મનમુકી ડોલવા મજબુર કરી દીલ જીત્યા હતા. આ પ્રસંગે સ્વરાજ રાજયગુરુ, આરસીસી બેન્કના સીઈઓ પરષોતમભાઈ પીપળીયા, જીગ્નેશભાઈ રાજાણી, લાલભાઈ ચગ, કૃણાલભાઈ ચોલેરા, હિતેષભાઈ પાબારી, વત્સલ વસાણી, લાલભાઈ શેઠજી, મિતુલભાઈ લાલ, કમલેશભાઈ ઠકકર, મયુરભાઈ બુધ્ધદેવ, સહિતનાએ આયોજકની સમ્રગ ટીમને બિરદાવી હતી. અકિલા રઘુવંશી પરીવાર રસોત્સવ-૨૦૨૬ ના સમ્રગ આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, તથા સમ્રગ ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્યું છે.
(2:44 PM IST)










