તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
મેં મકાન સોનુ વેંચી તમારું પુરૂ કર્યુ હતું ને? સામુહિક આપઘાત પુર્વે દિલીપભાઇ ફાયનાન્સર સામે કરગર્યા પણ તે ન સમજ્યો
નિશીત ખખ્ખરે સોનાની બે વીંટી ફાયનાન્સમાં મુકી લોન લીધી હોઇ ફાયનાન્સરે વીંટી છોડાવી પોતાની પાસે રાખી હતીઃ તેની બજાર કિમત ગણી વીંટી છોડાવવા આપેલા રૂપિયા બાદ કરી વધારાના ૯૭ હજારની ઉઘરાણી ચાલુ કરી હતીઃ એસ્ટ્રોન ચોકની ઓફિસમાં નિશીત ખખ્ખરને ગોંધી રાખી તેના પિતાને પણ ફોનમાં ગર્ભીત ધમકી આપી હતીઃ યુનિવર્સિટી પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. ચાવડાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૧: શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતાં વૃધ્ધ લોહાણા દંપતિ અને યુવાન દિકરાના સામુહિક આપઘાતના બનાવમાં યુનિવર્સિટી પોલીસે મોબાઇલ કોલ રેકોર્ડિંગને આધારે ફાયનાન્સર સામે ત્રણેયને આપઘાત માટે મજબૂર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવાન દિકરાને એસ્ટ્રોન ચોકની ઓફિસમાં ગોંધી રાખી ધમકી અપાતાં તેણે પિતા સાથે ફોનમાં વાત કર્યા બાદ તેને ઓફિસેથી જવા દેવાયા પછી તેણે માતા-પિતા સાથે મળી આપઘાત કર્યો હતો. કોલ રેકોર્ડિંગમાં પણ કરૂણ વિગતો સામે આવી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે પ્રહલાદ પ્લોટ આશાપુરા મેઇન રોડ ચોૈહાણ પાન સામે રહેતાં ભાવીનભાઇ રસિકભાઇ ખખ્ખર (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથીં ફાયનાન્સર સંદિપભાઇ લખતરીયા સામે ગુનો નોંધ્યો છે. ભાવીનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને વેપાર કરુ છું. આપઘાત કરી લેનારા દિલીપભાઇ નટવરલાલ ખખ્ખર (રહે. સાધુ વાસવાણી રોડ) મારા કૌટુંબિક કાકા થાય છે અને સ્મિતાબેન તથા તેનો દીકરો તેઓ સાથે રહેતા હતા. ગઇ તા.૨૭/૦૭/૨૦૨૬ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામા હું મારા કામ અર્થે મારા ઘર પાસે હતો ત્યારે મને ન્યુઝ મારફતે જાણવા મળેલ કે મારા કૌટુંબિક કાકા દિલીપભાઈ તથા તેમના પત્િ ન સ્મિતાબેન તથા તેમનો દિ કરા નિશીતભાઈએ ઝેરી દવા પી લેતાં સરકારી હોસ્પીટલમાં લાવ્યા છે. હું હોસ્પિટલે જતાં ત્રણેય લોકો સારવારમા હતાં. ત્યા દિલીપભાઇના સગા વ્હાલા પણ હાજર હતા અને થોડીવારમા અમને ડોક્ટરએ જણાવેલ કે ઝેરી દવા પીવાથી આ ત્રણેયના મૃત્યુ થયા છે.
આ ત્રણેય લોકોના મોબાઇલ ફોન ત્યાંના સ્ટાફ દ્વારા દિલીપભાઇના ભત્રીજા સાગરભાઇને અપાયા હતાં. જેમાં મેેં નિશીતભાઈના મોબાઇલ ફોનમા રેકોર્ડીંગ સાંભળ્યું હતું. તેમાં બપોરના સમયે નિશીત એસ્ટ્રો ન ચોક ખાતે આવેલ લેન્ડમાર્ક બિલ્ડીંગમા આવેલ સંદિપભાઇની ઓફીસ ખાતે હોઇ અને ત્યાંથી તેણે તેના પિતા દિલીપભાઇને ફોન કર્યો હોઇ બંને વચ્ચેની વાતચીત હતી. જેમાં નિશીતે તેના પિતાને જણાવેલ કે-હું હાલ સંદિપભાઇની ઓફીસે છું અને તેને બે સોનાની વિંટી આપવાની છે, તેમ છતા વધારાના રૂપીયા આપવાના છે. તમે સંદિપભાઇને સમજાવી વાત કરો કે મને અહિંથી જવા દે. જેથી દિલીપભાઈ પુત્ર નિશીત સાથે સંદિપભાઇને રૂપીયા કેવી રીતે અને કેટલા આપવાના તે બાબતે વાત કરે છે અને નિશીત તેના પિતાને કહે છે કે અગાઉ ૨૨ લાખ આપેલ ત્યારે સંદિપભાઇએ રાહ જોયેલ, પરંતુ હાલ એક લાખ રૂપીયા માટે રાહ જોતા નથી.
જેથી દિલીપભાઇ પુત્ર નિશીતને કહે છે કે તુ એની સાથે વાત કરાવ હું રિક્વેસ્ટ કરૂ અને તને ત્યાંથી જવા દે. જે બાદ નિશીત તેના મોબાઇલમા વાત કરાવતા દિલીપભાઇ રિક્વેસ્ટ કરે છે, પણ તે માનતા નથી અને દિલિપભાઇ જણાવે છે કે અગાઉ મે મકાન તથા સોનુ વેચી અગાઉનું તમારુ પુરૂ કર્યુ હતું ને? અને તમે તેને ઘરે આવવા દેશો તો કંઇક વ્યવસ્થા કરીએ. ત્યારે તે બોલે છે-મે જેની પાસેથી રૂપીયા લિધા તેને આપવા પડ ેને,નહિ તો ગોલ્ડ આપવુ પડે ને. ત્યારે દિલીપભાઈ ફરીથી રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ એને જવા દો. તો એ કહેલ કે આજ સાંજ સુધી નય ચાલે. ત્યારે આ દિલીપભાઇ બોલે છે કે નિશીત પાસે પૈસાનો કોઇ સ્કોપ જ નથી. પછી નિશિત પિતાને કહે છે કે ફાઇનલ રૂ.૯૭,૦૦૦ દેવાના છે. પછી નિશીત સંદિપભાઇને કહે છે કે મને કાલ સુધીનો સમય આપો અને હું તમને પ્રોમીશરી નોટ કરી આપીશ. પણ તે માનતા ન હોઇ જેથી નિશીત કહે છે કે, મને ખાલી કલાક કે દોઢ કલાકનો સમય આપો હું ગમે તે વ્યવસ્થા કરૂ. પછી નિશીત તેના પિતાને કહે છે કે ત માનતા નથી અને મને જવા દેતા નથી અને મને કિધુ કે તુ અહિં બેઠા બેઠા મોબાઇલમાથી ગમે તેમ રૂપીયાની વ્યવસ્થા કર. આ પછી નિશીત ઘરે જાય છે અને પોતે તથા માતા-પિતા એમ ત્રણેય ઝેર પી જાય છે અને તેમના મૃત્યુ થાય છે. ઓડીયો રેકોર્ડિંગમાં ફાયનાન્સર, નિશીત અને દિલીપભાઇની વાતચીત હતી તેના આધારે ગુનો દાખલ થયો છે. ઓડિયો રેકોર્ડીંગમાં નિશીત પિતાને પુછે છે કે આપણી પાસે બીજો કોઇ રસ્તો ખરો? ત્યારે તેના પિતાએ કહેલ કે કોઈ રસ્તો નથી. આપણો નિર્ણય ફાઇનલ છે બરાબર, તુ ઘરે આવ અને કોઈને ફોન ના કરતો. ત્યારે નિશીત કહે છે કે મારી હિંમત હાલતી નથી. દિલીપભાઈએ નિશીતને કહેલ કે મમ્મી એજ કહે છે અમારી વાંહે તારે આવવુ પડશે એ દુઃખની વાત છે. ત્યારે નિશીત કહે છે કે મારી વાંહે તમારે આવવુ પડશે. આ પછી તે ઘરે પહોંચે છે અને ત્રણેય આપઘાત કરી લે છે. તેમને મરવા મજબૂર કરવા અંગે પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. ચાવડાએ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:15 PM IST)










