News of Wednesday, 13th May 2026
પતિ ધનરાજ રાઠોડ સરપંચ અને પત્ની મયુરીબેન એ જ વિસ્તારમાંથી તાલુકા પંચાયતમાં ચૂંટાયા
રાજકોટ તાલુકામાં યુવા યુગલનું રસપ્રદ રાજકીય પદાર્પણ

રાજકોટ, તા.૧૩: તાલુકા પંચાયતની ચુંટણીમાં રાજકોટ તાલુકામાં યુવા યુગલે ચૂંટાઈને ઈતિહાસ સર્જી દીધો છે જેમાં તાલુકા પંચાયતની ગૌરીદડ બેઠકના મતદારો નિમિત બન્યા છે.
આણંદપર બાથીમાં ૪૫ વર્ષ પહેલા તે વખતના ૨૧ વર્ષના તરવરિયા યુવાન શ્રી ધનરાજ દેવરાજભાઈ રાઠોડ (કારડિયા રાજપૂત) બિનહરીફ સરપંચ બનેલા. સમગ્ર સૌરાષ્ટ્રમા સૌથી નાની ઉંમરના સમરસ સરપંચ બનવાનું માન તેમને મળ્યુ છે. ગયા મહિને યોજાયેલ રાજકોટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેમના જીવનસંગીની શ્રીમતી મયુરીબેન ધનરાજભાઈ રાઠોડે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરેલ, તેઓ એક હજાર મતે વિજેતા થયા છે. પતિ-પત્નિ બન્ને એક જ તાલુકામાંથી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં ચુંટાયા હોય તેવુ પ્રથમ વખત બન્યુ છે.
શ્રી ધનરાજ રાઠોડ (મો.૯૯૭૯૬ ૦૨૬૯૯) સિવીલ એન્જીનીયરીંગની પદવી ધરાવે છે. તેઓ તાલુકા યુવા ભાજપના મંત્રી, ગોંડલ વિધાનસભાના યુવા મોરચાના પ્રભારી, રાજકોટ તાલુકા યુવા મોરચાના ઉપપ્રમુખ વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. શ્રીમતી મયુરીબેન રાઠોડ વાણિજય તાાતકની પદવી ધરાવે છે. હજુ ઉચ્ચ અભ્યાસ ચાલુ છે. તેણી સ્વ. શ્રી લક્ષ્મણભાઈ વી. રાઠોડ ફાઉન્ડેશનના મહિલા પાંખના પ્રમુખ તરીકે જનસેવાના કાર્યો કરી રહ્યા છે. તેઓ પડધરીના અર્જુનભાઈ (દિનેશભાઈ) કલાભાઈ પરમાર પરિવારના દિકરી છે. શ્રી ગજાનન માર્ટ (મોલ-સુપર માર્કેટ), શ્રી ગજાનન પેટ્રોલ પંપ, શ્રી ગજાનન પાર્ટી લોન્સ વિગેરે રાઠોડ પરિવારના વ્યવસાયિક સોપાનો છે. સમગ્ર પરિવાર સેવા ભાવના ધરાવે છે.
(11:33 AM IST)










