<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

કાલે પરશુરામ જન્‍મોત્‍સવને વધાવવા વિશાળ શોભાયાત્રા

પરશુરામધામ ખાતે મહાઆરતી ભગવાન પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા આયોજન : ત્રિકોણબાગ ખાતેના પંડાલમાં ચાલતા સાપ્‍તાહિક કાર્યક્રમો કાલે વિરામ પામશે

રાજકોટ તા. ૧૮ : ભગવાન પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિની યાદી મુજબ જગતના આરાધ્‍ધ દેવ ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના ઈસ્‍ટ દેવ એવા ભગવાન શ્રી પરશુરામજીનો જન્‍મોત્‍સવ નિમિતે કાલે તા. ૧૯ના રવિવારે અક્ષય તળતીયા - અખાત્રીજના સાંજે પ વાગ્‍યે શ્રી પંચનાથ મહાદેવ મંદિરથી વિશાળ શોભાયાત્રાનૂં આયોજન કરાયુ છે. આ શોભાયાત્રા પંચનાથ મહાદેવ મંદિરથી પ્રારંભ થઇ લીંમડા ચોક, ત્રિકોણ બાગ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, રૈયા રોડ, રૈયા ચોક, આલાપ ગ્રીન સિટી અને રૈયા ગામથી પસાર થઈ પરશુરામ ધામ સુધી પહોંચશે. જેમાં સંસ્‍કળતિ અને પરંપરાની અનોખી ઝલક જોવા મળશે. ભગવાન પરશુરામજીનો ભવ્‍ય રથ અને વિવિધ ફલોટ આકર્ષણનું કેન્‍દ્ર બનશે. બ્રાહ્મણ સમાજ માટે બલિદાન આપનાર મહાન વ્‍યક્‍તિઓના ચિત્રો અને વેદ-પુરાણોની ઝલક રજૂ કરવામાં આવશે. ફરસી રાસ અને પરંપરાગત રજૂઆતો પણ જોવા મળશે, પરશુરામ ધામ ખાતે સમાપન સમયે મહા આરતીનું આયોજન કરાયુ છે.

ઉલ્લેખનીય છે કે સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ભગવાન પરશુરામના પંડાલમાં ગત તા.૧૩ થી લઇ ને તા. ૧૯ સુધી દરરોજ રાત્રે ૮ કલાકે મહાઆરતી ઉપરાંત દરરોજ રાત્રે સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેમાં ભગવાન શ્રી પરશુરામજીની ગાથા, બહેનો દ્વારા રંગોળી સ્‍પર્ધા, ભગવાન શ્રી સત્‍યનારાયણની કથા, સંગીત સ્‍પર્ધા, વેશભૂષા, શ્રીનાથજીની ઝાંખી, છપ્‍પન ભોગ અને ભવ્‍ય લોકડાયરાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેનું કાલે સમાપન થશે. આ પરશુરામ જન્‍મોત્‍સવને સફળ બનાવવા પરશુ બ્રહ્મયુવા ગ્રુપના પ્રમુખ મનીશભાઇ જોષી એડવોકેટ, કશ્‍યપ ભટ્ટ, તેજસ ત્રિવેદી, પ્રતિક બલભદ્ર, પરશુરામ પંડયા, ધનંજય દવે, આશિષ મહેતા, વિમલ દવે, ઉમંગ ભટ્ટ, ચિંતન વ્‍યાસ, રાજા ભટ્ટ, ધનશ્‍યામ મહેતા, શનિ જાની, તપન જોષી, મયંક ભટ્ટ, પ્રશાંત રાજગુરૂ, જય જાની, આદિત્‍ય વ્‍યાસ, વિશાલ પંડીત, નરેશ જોષી, કેવલ ભટ્ટ, મોહિત ઠાકર, એ. કે. જોષી, કશ્‍યપ ઠાકર, સની જાની, દીપ વ્‍યાસ, સાવન જાની, ઉદય જોષી, હિતેષ જોષી, મિહિર પુરોહિત, મયંક ભટ્ટ, વિમલ સાવન જાની તેમજ સમિતિના હિરલબેન બલભદ્ર, કિરણબેન વ્‍યાસ, માહીબેન પંડયા, સંગીતાબેન ઓઝા, હિરલબેન ભટ્ટ, કિરણબેન જોષી, ચંદ્રીકાબેન મહેતા, નીતાબેન રત્‍નેશ્વર, ઉર્વશીબેન રત્‍નેશ્વર, નિશાબેન પંડયા, અલકાબેન જોષી, હેતલબેન પંડયા, દક્ષાબેન જોષી, ધાત્રીબેન ભટ્ટ, સ્‍મિતાબેન પંડયા, દર્શનાબેન જોષી, મીરાબેન જોષી, સુમિતાબેન જોષી, તેજલબેન ત્રિવેદી, તેમજ મીડીયા સમિતિ ઇન્‍ચાર્જ તરીકે રાજુભાઇ ત્રિવેદી, ચિંતનભાઈ વ્‍યાસ જવાબદારી સંભાળી રહ્યા છે.

(2:38 PM IST)