<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

વી.વી.પી. એન્‍જીનીયરીંગ કોલેજમાં એચ આર કોન્‍કલેવ

સૌરાષ્‍ટ્ર અને ગુજરાતભરના ૧પ૦થી પણ વધુ હ્યુમન રીસોર્સ મેનેજર્સ અને ઉદ્યોગપતિઓની હાજરીમાં ભવ્‍ય કોન્‍કલેવ થઈ

રાજકોટ, તા.૨૪:  વી.વી.પી. એન્‍જીનીયરીંગ કોલેજમાં જાજરમાન એચ આર કોન્‍કલેવનું આયોજન થયું  તેમાં સૌરાષ્‍ટ્ર અને ગુજરાતભરના ૧પ૦થી પણ વધુ એચ આર મેનેજર્સ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા  આ પ્રસંગે  ગોપાલ સ્‍નેકસ લી.ના ફાઉન્‍ડર, ચેરમન અને મેનેજીંગ ડાયરેક્‍ટર શ્રી બિપીનભાઈ હડવાણી, રીલાયન્‍સ જામનગરની રીફાઈનરીના લર્નીંગ સેન્‍ટર હેડ શ્રી કુનાલભાઈ વ્‍યાસ, ન્‍યારા એનર્જીના વાઇસ પ્રેસિડેન્‍ટ અને  હેડ એચ આર (રીફિનરી)ના જયભાઈ શાહ, ટાટા કન્‍સલટન્‍સી સર્વિસીસના કમ્‍પ્‍લાયન્‍સ ઓફીસર સ્‍મિતભાઈ શુકલ, ઈમ્‍પ્રોવાઈઝડ ટેકનોલોજીસના સીટીઓ શ્રી રક્ષિતભાઈ મેનપરા, કેવીટ ટેકનોલોજીસના કો-ફાઉન્‍ડર અને સીઈઓ હેમાંગભાઈ કોઠારી, વી.વી.પી.ના ટ્રસ્‍ટડો. નવિનભાઈ શેઠ, સંસ્‍થાના પ્રિન્‍સીપાલશ્રી ડો. પિયુષભાઈ વણઝારા, ડિપ્‍લોમાં પ્રિન્‍સીપાલ પરેશભાઈ કોટક વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. નિરવભાઇ મણીઆરે કર્યું કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્‍સીપાલશ્રી ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ ટ્રેનીંગ એન્‍ડ પ્‍લેસમેન્‍ટ કન્‍વીનર ડો. જીજ્ઞેશભાઈ જોશી, ટ્રેનીગ એન્‍ડ પ્‍લેસમેન્‍ટ ઓફિસર ડો. દિવ્‍યાંગભાઈ તિવારી, પ્રો. જીતેન માંકડિયા, પ્રો.સંકેત પંડ્‍યા, પ્રો. દેવાંગ પરમાર, પ્રો. જીલેશ પંડ્‍યા, પ્રો. જીજ્ઞેશ શાહ, પ્રો. રવીન સરધારા, પ્રો. નિર્મળ ભાલાણી, પ્રો.  કોમિલ વોરા, પ્રો.  દેવાંગ કાલાવડિયા, પ્રો.  રાહુલ વોરા, પ્રો.  નિખિલેશ ગીરનાર, પ્રો.પ્રીત આશરા, પ્રો.અલ્‍પેશ ગાંભવાએ ભારે જહેમત ઉઠાવી હતી.

(3:00 PM IST)