<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

વોંકળા ચોખ્‍ખા ચણાંક કેવા થયા? કોર્પોરેટરોએ કર્યુ નિરીક્ષણ

તમામ વોર્ડમાં દરેક કોર્પોરેટરોએ પ્રિ-મોન્‍સુન કામગીરી સ્‍થળોની મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી હતી

રાજકોટ, તા., ૪: આગામી ચોમાસાની ઋતુના અનુસંધાને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં આવેલા વોંકળા, ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થાઓને સુદ્રઢ બનાવવા માટે પ્રિ-મોન્‍સુન કામગીરી તેમજ સઘન સફાઈ અને જાળવણી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે તેમજ નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈ અગવડતા ન પડે તે હેતુથી વિવિધ વિભાગોની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થતી વોંકળા સફાઇ અને પ્રિ-મોન્‍સુન કામગીરીનું આજે તા.૦૪ ના રોજ સવારે ૦૯.૦૦ વાગ્‍યેથી કોર્પોરેટરશ્રીઓએ પોતાના વોર્ડમાં સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું.

 મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોન અને વોર્ડમાં આવેલ મુખ્‍ય તથા આંતરિક વોંકળાઓની સફાઈ, કચરો દૂર કરવાની કામગીરી, વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોની ચકાસણી, ડ્રેનેજ નેટવર્કની સફાઈ, રોડ સાઈડ ગટર અને કેનાલની સફાઈ સહિતની કામગીરી સતત કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત ભારે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહને અવરોધરૂપ બનતા કચરા અને અન્‍ય અવરોધોને દૂર કરવામાં આવી રહ્યા છે. 

(2:37 PM IST)