<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

આજીડેમ ચોકડીએ હોટેલ કર્મચારી ગુમાનસિંગે પગાર માગતાં મારકુટ

મહિનાના અઢાર હજાર લેખે ત્રણ મહિનાનો પગાર ચડી ગયો હતોઃ દિપક નેપાળીએ ધોકા-ઢીકાપાટા મારતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: આજીડેમ ચોકડી નજીક માન સરોવર પાર્ક પાસે રોનક હોટેલ ખાતે રહેતાં અને ત્‍યાં જ નોકરી કરતાં મુળ નેપાળના ગુમાનસિંગ ઇમાનસિંગ ઠાકુર (ઉ.વ.૫૦)ને હોટલ પાસે દિપક નેપાળી નામના શખ્‍સે ધોકાથી અને ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી છે.

ગુમાનસિંગ બે ભાઇ અને એક બહેનમાં નાના છે અને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. તે હોટેલમાં ઓર્ડર નોંધવાનું કામ કરે છે. તેના કહેવા મુજબ તેનો એક મહિનાનો પગાર ૧૮૦૦૦ છે, છેલ્લા ત્રણ મહિનાથી પગાર અપાયો ન હોઇ પગારની માંગણી કરતાં હોટેલ સંભાળતા દિપક નેપાળીએ મારામારી કરી હતી. તે અહિ એક વર્ષથી નોકરી કરે છે. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

(2:09 PM IST)