<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

રવિવારે મોચી સમાજના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન

ધો. ૧ થી કોલેજ સુધીના ૭૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાશે : રપમીએ રંગોળી સ્‍પર્ધા

રાજકોટ : સમસ્‍ત મોચી જ્ઞાતિ સમાજ - રાજકોટ ઉપક્રમે શ્રી રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ૩૩મો ‘‘શ્રી સરસ્‍વતી સન્‍માન સમારંભ'' તા. ૧૧ રવિવારે બપોરે બે વાગ્‍યાથી હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત કરવામાં આવેલ છે.

આ સમારંભમાં ધોરણ ૧ થી કોલેજ સુધીના ૭૦૦ જેટલા તેજસ્‍વી તારલાઓને શૈક્ષણિક કીટ આપવામાં આવશે.

તદ્દઉપરાંત, મોચી સમાજ મહિલા વર્ગની લાગણી વધાવતા અને તેઓની કલા પ્રતિભા અને સર્જનાત્‍મક શક્‍તિ વધુ નિખરી શકે તેવા  પ્રયોજન સાથે આ વર્ષે પણ તા. રપ રવિવારે સવારે ૯ વાગ્‍યે લાલ ભવન, શીતલ પાર્ક પાસે ‘‘રંગોળી સ્‍પર્ધા''નું રંગીલું આયોજન કરવામાં આવેલ છે. જેની વિશેષ માહિતી માટે સંસ્‍થાના પ્રમખુ હાર્દિકભાઇ ચૌહાણ - મો. ૯૭ર૩૮૯રરપ૭નો સંપર્ક કરવા યાદી જણાવે છે. તસ્‍વીરમાં હાર્દિકભાઇ ચૌહાણ, સુરેશભાઇ ચૌહાણ, હર્ષદભાઇ મકવાણા, મુકેશભાઇ ગોહેલ અને રેખાબેન બકુલભાઇ ચાવડા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:35 PM IST)