<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

મહિલા ઉદ્યોગ સાહસિકોને ડિજિટલ પ્‍લેટફોર્મ પૂરૂં પાડતું ‘હિવા એડવર્ટાઇઝીંગ ગૃપ' પ્રથમ વર્ષની ઉજવણી નિમિત્તે ઓનલાઇન ‘વર્કશોપની વણઝાર'

૧૧ જુલાઈથી ૧૯ જુલાઈ સુધી યોજાશે ૬ પ્રકારના અવનવા ઓનલાઇન વર્કશોપઃ બહેનોના ગૃહ ઉદ્યોગ અને વ્‍યવસાયને વેગ આપવા માટે અનોખી પહેલ

રાજકોટ : માત્ર બહેનોના જ વ્‍યવસાય અને ગળહ ઉદ્યોગની જાહેરાતો કરીને તેમને પ્રોત્‍સાહન પૂરું પાડતા પ્રતિષ્‍ઠિત ‘હિવા એડવર્ટાઇઝીંગ ગૃપ' દ્વારા સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં બહેનો માટે ખાસ ‘વર્કશોપની વણઝાર' કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્‍યું છે.

ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયાના માધ્‍યમથી બહેનોના રોજિંદા જીવનની જરૂરિયાતો તેમજ વ્‍યવસાય માટે વન-સ્‍ટોપ સોલ્‍યુશન  પૂરું પાડતા આ ગૃપની સ્‍થાપના બહેનોને આત્‍મનિર્ભર બનાવવાના મુખ્‍ય હેતુ સાથે કરવામાં આવી રહ્યાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

હિવા એડવર્ટાઇઝીંગ ગળપના ફાઉન્‍ડર નેહાબેન રાયચંદભાઇ દાવડા તથા રિધ્‍ધીબેન મયુરભાઇ દાવડાના જણાવ્‍યા અનુસાર, છેલ્લા એક વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત આ ગૃપ હવે તેના વાર્ષિક પડાવ પર પહોંચ્‍યું છે. આ અવસરે મહિલાઓ ઘરે બેઠા પોતાની કળા-કૌશલ્‍યનો વિકાસ કરી શકે અને આર્થિક રીતે સક્ષમ બની શકે તે માટે આગામી તારીખ ૧૧/૦૭/૨૦૨૬ થી ૧૯/૦૭/૨૦૨૬ સુધી વિશેષ ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું છે. બહેનોની અનુકૂળતા અને સમયની સગવડને ધ્‍યાનમાં રાખીને આ તમામ ઓનલાઇન વર્કશોપ બપોરે ૩ થી સાંજના ૬ વાગ્‍યા દરમિયાન યોજાશે.

આ ૯ દિવસીય કાર્યક્રમ અંતર્ગત ૬ પ્રકારના અવનવા અને અત્‍યંત ઉપયોગી વર્કશોપ રાખવામાં આવ્‍યા છે જે આકર્ષણનું કેન્‍દ્ર બનશે. જેમાં‘સાનુ બ્‍યુટી સલૂન'ના બ્‍યુટી એક્‍સપર્ટ શિલ્‍પાબેન બુદ્ધદેવ દ્વારા ખાસ સેલ્‍ફ મેકઅપ કોર્સ શીખવવામાં આવશે. આ ઉપરાંત એડવાન્‍સ હેરસ્‍ટાઇલ વર્કશોપ, આકર્ષક નેઇલ આર્ટ ટ્રેનિંગ, રાખડી પ્‍લેટ ડેકોરેશન વર્કશોપ તથા અનુભવી મેન્‍ટર્સ દ્વારા હેલ્‍ધી ગ્‍લુટન ફ્રી રેસીપી શીખવવામાં આવશે. આ શ્રેણીમાં ખાસ આકર્ષણ તરીકે ‘નો બેક થીમ કેક' વર્કશોપ બહેનો માટે નિઃશુલ્‍ક રાખવામાં આવેલ હોવાનું જણાવાયું છે.

શરૂઆતમાં માત્ર વાંકાનેર પૂરતું મર્યાદિત રહેલું આ ગૃપ બહેનોના અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે હવે ખૂબ જ ટૂંકા ગાળામાં સમગ્ર ગુજરાતમાં વિસ્‍તરી ચૂકયું છે.

હાલમાં ગુજરાતના મુખ્‍ય શહેરોમાં આ ગૃપની સેવાનો વ્‍યાપ વધારવા માટે સ્‍થાનિક એરિયા કોર્ડિનેટર્સ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

જેમાં ગોંડલ ખાતે અપેક્ષાબેન રાઠોડ, જામનગરમાં રાજલબેન, રાજકોટમાં મનીષાબેન, વડોદરામાં મિતલબેન કોટેચા, અમદાવાદમાં દેવાંશીબેન વિઠ્ઠલાણી તેમજ ખંભાળિયામાં શીતલબેન સોમૈયા સેવાઓ આપી રહ્યા છે, જ્‍યારે આ સમગ્ર આયોજનનું મુખ્‍ય સંચાલન સુધાબેન રાધાણી સંભાળી રહ્યા છે.

નોંધનીય છે કે આ ગૃપ દ્વારા બહેનોના ઘરગથ્‍થુ વ્‍યવસાયો જેવા કે પાપડ, અથાણાં, નાસ્‍તા, હોમમેડ બેકરી આઇટમ્‍સ, બ્‍યુટી સલૂન, ટયુશન ક્‍લાસ, ટિફિન સર્વિસ, યોગા કોચ, હેલ્‍થ કોચ, ફિઝિયોથેરાપિસ્‍ટ, ઇન્‍ટિરિયર ડિઝાઇનિંગ, બ્રોકિંગ તેમજ ફેશન ડિઝાઇનિંગ સહિતના દરેક નાના-મોટા વ્‍યવસાયોની વ્‍યાપક જાહેરાત વોટ્‍સએપ, ઇન્‍સ્‍ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ગૃપ દ્વારા આધુનિક ડિજિટલ માર્કેટિંગ સર્વિસ પણ પૂરી પાડવામાં આવે છે. જેમાં ૧૫ વર્ષથી લઈને કોઈપણ ઉંમરના બહેનો જોડાઈ શકે છે.

આ ગૃપમાં જોડાવા અને પોતાના વ્‍યવસાયની જાહેરાત કરવા ઈચ્‍છતી બહેનોએ માત્ર રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે, ત્‍યારબાદ સંસ્‍થા સામેથી તેમનો સંપર્ક કરશે.

વધુ માહિતી તેમજ રજીસ્‍ટ્રેશન માટે બહેનો મા. ૭૩૫૯૯ ૧૯૨૯૧ અથવા ૯૯૦૪૩ ૩૮૩૭૫ પર સંપર્ક કરી શકે છે. તેમજ ઓફિશિયલ ઇન્‍સ્‍ટાગ્રામ આઈડી HIVA_ADVERTISING_RAJKOT ને ફોલો કરી શકે છે તેમ ટીમ મેમ્‍બર્સ વિલાસબેન દાવડા, શીતલબેન રાધાણી અને ટવીંકલબેન આશિયાની સંયુક્‍ત યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંસ્‍થાના બહનો નેહાબેન, રવિભાઇ દાવડા, રિધ્‍ધિબને મયુરભાઇ દાવડા, સુહાની બેન રૂધાણી, વિલાસબેન દાવડા, શીતલબેન રૂધાણી અને ટવીંકલબેન આહ્યા નજરે પડે છે.

(3:37 PM IST)