News of Monday, 1st June 2026
જામનગરના ભાજપ કોર્પોરેટરના પુત્ર હિતેશ બાંભણિયાની રાજકોટમાંથી ધરપકડ
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અંદાજે બે કરોડ રૂપિયાના દારૂના ગુનામાં તે માર્ચ મહિનાથી ફરાર હતો:આરોપી સામે હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી સહિત કુલ 19 ગુનાઓ નોંધાયેલા છે

જામનગરના ભાજપ કોર્પોરેટરના પુત્ર હિતેશ બાંભણિયાની રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અંદાજે બે કરોડ રૂપિયાના દારૂના ગુનામાં તે માર્ચ મહિનાથી ફરાર હતો. આરોપી સામે હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી સહિત કુલ 19 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હિતેશ બાંભણિયાની માતા જામનગરના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે.
ચોંકાવનારી બાબત એ છે કે ફરાર હોવા છતાં આરોપી ખુલ્લેઆમ ફરતો હતો અને તેની માતાના ચૂંટણી પ્રચાર તેમજ વિજય સરઘસમાં પણ જોવા મળ્યો હતો. અંતે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની ટીમે તેને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસની કામગીરી અને આરોપીને લાંબા સમય સુધી પકડવામાં નિષ્ફળતા અંગે અનેક સવાલો ઊભા થયા છે.
(9:41 AM IST)










