તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
આજી વસાહતના હિતેનને થોરાળા પોલીસે વિદેશી દારૂ સાથે પકડયો
પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં પીએસઆઇ મહેશ્વરી, ડી. કે. ધાંધલા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૧: દારૂ-જૂગારની બદ્દી ડામવા માટેની કાર્યવાહી કરવા થોરાળા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીને આધારે આજી વસાહત આંબેડકરનગર-૧૩માં કાનાભાઇના મફતીયાપરામાં રહેતાં હિતેન ગણપતભાઇ ગોહેલ (ઉ.વ.૨૧)ને રૂા. ૬૦૦૦ની કિંમતની વોડકાની બાર બોટલો સાથે પકડી લેવાયો હતો.
હેડકોન્સ. રાણાભાઇ મોરી, અશોકભાઇ ભાલીયાની બાતમી પરથી અમુલ સર્કલ નવા બસ સ્ટેશન પાછળ ગેસ ગોડાઉન નજીકથી હિતેનને દારૂ સાથે પકડી લેવાયો હતો. ઇન્ચાર્જ ડીસીપી જગદીશ બાંગરવા, એીસપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એસ. પી. સોઢા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, ડી. કે. ધાંધલા, એએસઆઇ ધીરજભાઇ પરમાર, વિજયભાઇ સોઢા, હેડકોન્સ. અશોકભાઇ ભાલીયા, રાણાભાઇ મોરી અને દિવ્યરાજસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.
(3:42 PM IST)










