તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
માંડા ડુંગર નજીક ‘હટ એન્ડ રન': કારખાનેથી છુટી ઘરે જઇ રહેલા રવજીભાઇ પ્રજાપતિનું ટ્રકની ઠોકરે મોત
ફેક્ટરીના બગીચામાં માળી તરીકે કામ કરતાં હતાંં: ચાલીને ઘરે આવતાં હતાં ત્યારે બનાવઃ સુંદરમ્ સોસાયટીમાં રહેતાં પરમાર પરિવારમાં મોભીના મૃત્યુથી ગમગીની

રાજકોટ તા. ૨૭: આજીડેમ ચોકડીથી માંડા ડુંગરના રસ્તે સર્વિસ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં માંડા ડુંગર પાસે સુંદરમ્ સોસાયટીમાં રહેતાં પ્રજાપતિ પ્રોૈઢનું મૃત્યુ થયું છે. ફેકટરીના બગીચામાં માળી તરીકે નોકરી કરતાં પ્રોૈઢ નોકરી પુરી કરી પગપાળા ઘરે જતાં હતાં ત્યારે ટ્રકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમનું મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ માંડા ડુંગર નજીક સુંદરમ્ સોસાયટીમાં રહેતાં રવજીભાઇ વાલજીભાઇ પરમાર-ગુર્જર પ્રજાપતિ (ઉ.વ.૫૮) સાંજે સાડા પાંચેક વાગ્યે માંડા ડુંગર નજીક ભવાની કારખાના પાસે સર્વિસ રોડ પર ચાલીને ઘર તરફ આવતાં હતાં ત્યારે ટ્રકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં રવજીભાઇના કુટુંબીજનોને જાણ કરવામાં આવી હતી.
રવજીભાઇને સારવાર માટે જી. ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર રવજીભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે ભવાની કારખાના પાસે બગીચામાં માળી તરીકે નોકરી કરતાં હતાં. નોકરી પુરી થતાં ઘરે આવી રહ્યા હતાં ત્યારે ટ્રકનો ચાલક ઠોકરે ચડાવી ટ્રક લઇ ભાગી ગયો હતો. આજીડેમ પોલીસે ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.
(11:11 AM IST)










