તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Friday, 24th April 2026
કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે ‘હિટ એન્ડ રન': વૃધ્ધ હરજીભાઇનું મોત
મોટરસાઇકલ હંકારી દિકરાની પાનની કેબીને જતાં હતાં ત્યારે અજાણ્યો બાઇકચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૪: કોઠારીયા સોલવન્ટ પાસે હિટ એન્ડ રનની એક ઘટનામાં એક વૃધ્ધનું મોત થયું છે. મોટરસાઇકલ હંકારીને દિકરાની કેબીને જઇ રહેલા વૃધ્ધના વાહન સાથે અજાણ્યો ટુવ્હીલરનો ચાલક અકસ્માત સર્જી ભાગી જતાં વૃધ્ધને ગંભીર ઇજા થતાં તેમનું મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટ પાસે સોૈરાષ્ટ્ર કંપની નામના કારખાનાની ઓરડીમાં રહેતાં હરજીભાઇ ભીમજીભાઇ કબર (ઉ.વ.૮૨) નામના વૃધ્ધ ગઇકાલે સવારે દસેક વાગ્યે મોટર સાઇકલ હંકારીને ઓરડીએથી પોતાના દિકરાની પાનની કેબીને જવા નીકળ્યા ત્યારે કોઠારીયા સોલવન્ટ ફાટક નજીક અજાણ્યા મોટરસાઇકલના ચાલકે તેમના ટુવ્હીલર સાથે અકસ્માત સર્જતા તેઓ રોડ પર ફેંકાઇ જતાં માથા, શરીરે ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં હોસ્પિટલ દ્વારા આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર હરજીભાઇને સંતાનમાં એક દિકરો છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં અકસ્માત સર્જી ભાગી ગયેલા બાઇકચાલકને શોધવા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે. વડિલના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. હેડકોન્સ. હેમતભાઇ વધુ તપાસ કરી રહ્યા છે.
(3:52 PM IST)










