<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ગવરીદળ પાસે ‘હિટ એન્‍ડ રન': અજાણ્‍યા યુવાનનું મોત

આશરે ૨૮ થી ૩૦ વર્ષના મૃતકના વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસને સંપર્ક કરવો

 

રાજકોટ તા. ૭: રાજકોટ-મોરબી હાઇવે પર ગવરીદળ પાસે રાતે હિટ એન્‍ડ રનની એક ઘટનામાં અજાણ્‍યા યુવાનનું મોત થયું છે. આશરે ૨૮થી ૩૦ વર્ષના યુવાનને કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ઇજાઓ થતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ રાત્રીના અગીયાર વાગ્‍યા આસપાસ ગવરીદળ નજીક અઅજાણ્‍યો યુવાન કોઇ વાહનની ઠોકરે આવી જતાં ગંભીર ઇજાઓ થતાં રોડ પર બેભાન થઇ ગયો હતો. કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી અને આ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. જો કે અહિ સારવાર દરમિયાન તેનું વહેલી સવારે મૃત્‍યુ થયું હતું.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાને કેસરી જેવો શર્ટ અને કાળુ જીન્‍સ તથા પગમાં સ્‍પોર્ટસ શૂઝ પહેરેલા છે. આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્‍તુ મળી નથી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો  ૬૩૪૯૬ ૨૭૪૨૮ ઉપર સંપર્ક કરવો.  હેડકોન્‍સ. વિપુલભાઇ ગોહેલ વધુ તપાસ કરે છે.

(11:06 AM IST)