તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
આરટીઓ સામે ‘હિટ એન્ડ રન': અજાણ્યા સાઇકલસવાર યુવાનનનું બસની ઠોકરે મોત

રાજકોટ તા. ૯: આરટીઓ કચેરી સામે રાતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં બસની ઠોકરે ચડી જતાં સાઇકલસવાર યુવાનનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ રાતે સાડા નવેક વાગ્યે આરટીઓ સામેના સર્વિસ રોડ પર માસૂમ સ્કૂલ પાસે અજાણ્યો આશરે૩૦ થી ૩૫ વર્ષનો યુવાન સાઇકલ હંકારીને જતો હતો ત્યારે અજાણી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ યુવાનની ઓળખ મેળવવા બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતા મૃતકના સગા સંબંધી હોય તો પોલીસનો મો. ૬૩૫૯૬ ૨૯૮૬૭ ઉપર સંપર્ક કરવો. હેડકોન્સ. યોગેશભાઇ વધુ તપાસ કરે છે.
(11:04 AM IST)










