તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
પ્રમુખ રાજેશ કુકડીયાઃ સેક્રેટરી તરીકે હિતેશ સાવલિયાની સર્વાનુમતે વરણી
રાજકોટ જીએસટી બાર એસોસિએશનના નવા હોદેદારો

રાજકોટઃ તા.૮: રાજકોટ જીએસટી બાર અસોસિએશનની ૫૪ મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીખે રાજેશભાઈ કુકડીયા મો. ૯૮૨૪૦ ૮૨૧૦૩ જયારે ઉપ પ્રમુખ તરીખે શૈલેષભાઈ ભૂપતાણી, સેક્રેટરી તરીકે હિતેષભાઇ સાવલીયા મો. ૯૮૨૪૦ ૩૦૮૫૩, જોઈન્ટ સેક્રેટરી તરીકે મહેન્દ્રભાઈ ભંડેરી મો. ૯૮૯૮૩ ૬૦૨૫૦ તેમજ ટ્રેઝરર તરીખે દિવ્યેશભાઈ ડોબરીયા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
આ વાર્ષિક સાધારણ સભામાં બહોળી સંખ્યામાં સભ્યોએ ભાગ લીધેલ હતો, તેમજ નવા નિયુક્ત પ્રમુખશ્રી રાજેશભાઈ કુકડીયા દ્વારા સભ્યોના જીએસટી અંગેના પ્રશ્નોની રજુઆત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ યોગ્ય રીતે કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવેલ હતી. હોદેદારોએ જણાવેલ કે જીએસટીને લગતા પ્રશ્નો અંગે ઉચ્ચલેવલે રજુઆત કરવામાં આવશે. વેપારીઓ સાથે સંકલન કરી આગામી સમયમાં સેમીનારો પણ યોજાશે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:29 PM IST)










