<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

હિમાંશુ દોશીને રાજકોટમાં SRP કમાન્‍ડન્‍ટ તરીકે મુકાયાઃ કુલ ૧૦ બદલીઓ

ગાજ્‍યા મેઘ વરસ્‍યા નહિ, એસપી લેવલથી dgp લેવલના ફેરફારોની મોટી ચર્ચાઓ વચ્‍ચે સામાન્‍ય બદલીઓ કરી ગાંધીનગરે સંતોષ માન્‍યો... : SP ઓને પોસ્‍ટિંગઃ ડીસીપી લેવલના ત્રણ ફેરફાર અંગે અનેકવિધ અનુમાનો અને અટકળોનો દોર શરૂ..

રાજકોટ, તા.૧૯:  એસપી લેવલથી  dgp લેવલ અને લાંબા સમય થયા પેન્‍ડિંગ dysp લેવલના ફેરફારોની ચર્ચાઓ વચ્‍ચે રાજકોટ એસીબીમાં લાંબો સંમય ફરજ બજાવી અનેક મહત્‍વના મામલઓની તપાસ કરી ચૂકેલા અને  સૌરાષ્‍ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ મોરબી રાજકોટ રૂલર ભાવનગર તથા સુરેન્‍દ્રનગર જેવા જિલ્લાઓમાં મહત્‍વની ફરજ બજાવી ચૂકેલ તથા થોડો સમય અગાઉ એસપી દરજ્જે બઢતી મેળવનાર જૂનાગઢ એસઆરપી સોરઠ ચોકી ખાતે પોલીસ સુપ્રિટેન્‍ડન્‍સની  ફરજ઼ બજાવતા હિમાંશુ દોશીને રાજકોટ ખાતે એસ SRP ગળપ ૧૩ માં કમાન્‍ડન્‍ટ પદે બદલી કરવા સહીત કુલ ૧૦ ફેરફાર કરતા હાલ તુરંત આઇપીઓસોના મોટા ફેરફારોના તમામ અનુમાનો પર પૂર્ણ વિરામ મુકાય ગયેલ છે.

નવી નિમણૂક પામેલી આઈપીએસ (IPS) અધિકારીઓ અને તેમની જગ્‍યાઓઃ

* માનસી આર. મીનાઃ અમદાવાદ જિલ્લાના વિરમગામ ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ (ASP) તરીકે નિમણૂક કરવામાં આવી છે.

* મોસમ હર્ષદભાઈ મહેતાઃ વાવ-થરાદ જિલ્લાના દિયોદર ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ (ASP) તરીકે નિમણૂક કરાઈ છે.

* પ્રખર કુમારઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ (ASP) તરીકે મૂકવામાં આવ્‍યા છે.

* કરણકુમાર મનસુખભાઈ પન્નાઃ દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ (ASP) તરીકે નિમણૂક પામ્‍યા છે.

બદલી પામેલા એસપીએસ (SPS) અધિકારીઓ અને તેમની નવી જગ્‍યાઓઃ

* જે. આઈ. વસાવાઃ વડોદરા શહેરના ટ્રાફિક (નોર્થ) ડેપ્‍યુટી કમિશનર ઓફ પોલીસ પદ પરથી બદલી કરીને વડોદરા સ્‍થિત સ્‍ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF), ગ્રુપ-૯ ના કમાન્‍ડન્‍ટ તરીકે ખાલી જગ્‍યા પર મુકાયા છે.

* ડી. એમ. ચૌહાણઃ મહેસાણાના વિસનગરના સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ પદ પરથી બદલી કરી બનાસકાંઠા જિલ્લાના મદણા સ્‍થિત સ્‍ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF), ગ્રુપ-૩ ના કમાન્‍ડન્‍ટ તરીકે નિમણૂક અપાઈ છે.

* પ્રકાશકુમાર વિષ્‍ણુપ્રસાદ રાવળઃ મહેસાણાના ઓએનજીસી સ્‍થિત સ્‍ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF), ગ્રુપ-૧૫ ના કમાન્‍ડન્‍ટ (અસિ. કમાન્‍ડન્‍ટ) પરથી બદલી કરી દાહોદ જિલ્લાના પાવડી સ્‍થિત સ્‍ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF), ગ્રુપ-૪ ના કમાન્‍ડન્‍ટ તરીકે મૂકવામાં આવ્‍યા છે.

* બી. એલ. દેસાઈઃ પંચમહાલ-ગોધરાના હેડક્‍વાર્ટર સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ પદ પરથી બદલી કરીને ગોધરા ખાતે સ્‍ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF), ગ્રુપ-૫ ના કમાન્‍ડન્‍ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

* એચ. પી. દોશીઃ જૂનાગઢના ચોકી સોરઠ સ્‍થિત પોલીસ ટ્રેનિંગ સેન્‍ટરના સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ પદ પરથી બદલી કરીને રાજકોટ ખાતે સ્‍ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF), ગ્રુપ-૧૩ ના કમાન્‍ડન્‍ટ તરીકે મૂકવામાં આવ્‍યા છે.

* એલ. બી. ઝાલાઃ સુરત શહેરના એફ-ડિવિઝનના ડેપ્‍યુટી કમિશનર ઓફ પોલીસ પદ પરથી બદલી કરીને સુરત જિલ્લાના વાવ ખાતે સ્‍ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF), ગ્રુપ-૧૧ ના કમાન્‍ડન્‍ટ તરીકે ફાળવવામાં આવ્‍યા છે.

(2:17 PM IST)