તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
હે જગ જનની..હે જગદંબા..જોગમાયા હૈ માત..કંકુ પગલે નભથી ઉતરો, આવી છે નવરાત...
ધોળકીયા સ્કૂલની પ્રાચીન ગરબીને બિરદાવતા મહેમાનોઃ પરષોત્તમભાઈ રૂપાલા, ડો.નેહલ શુક્લ સહિતનાએ રાસ નિહાળ્યો

રાજકોટઃ નવલી નવરાતના ચોથા નોરતે ઘોળકિયા સ્કૂલ પ્રાચીન નવરાત્રીના આયોજનને કૃષ્ણકાંતભાઈ ઘોળકિયા તથા જીતુભાઈ ઘોળકિયાને શુભેચ્છાઓ પાઠવી હતી. પરંપરાગત પ્રાચીન ૬૦ થી વધુ ગરબાઓ આ નવ દિવસ દરમિયાન પ્રસ્તુત થઈ રહ્યા છે. હાઈડ્રોલિક સ્ટેજ અને અદ્વૂત રથમાં માતાજીનું આગમન ચાચર ચોકને વધુ ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય બનાવે છે. સામુંડા રાસ અને મોગલ રાસ નિહાળવા માટે લોકો અંત સુધી નવરાત્રિને માણે છે. શક્તિ - ભક્તિ અને સંસ્કૃતિનો આ રસથાળ ૩૫૦ થી વધુ બાળાઓ વિવિધ ગરબાઓ ઉપર સૂર સાથે તાલ મિલાવી પ્રસ્તુત કરી રહી છે. અદ્વૂત દુહા છંદ સાથે ઉદ્ધોષકો પણ આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવે છે.
મોગલ રાસ, ત્રિશુલરાસ, વિઝણારાસ, તલવાર રાસ, મોર બની થનગાટ કરે, ચામુંડામાં ના ડાકલા, જેવી અદ્વૂત પ્રસ્તુતીથી લોકો મંત્રમુગ્ધ બની નવરાત્રીને માણી હતી. લોકસભા સાંસદ પુરષોતમભાઈ રૂપાલા , મેયર ડો.નેહલભાઈ શુકલ અને ડેપ્યુ. ડાયરેકટર ઓફ એસીબી બલદેવ વાઘેલા આઈએએસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્રપ્રાંત સંઘ સંચાલક અગ્રણી ઉદ્યોગપતી મુકેશભાઈ મલકાણ, કિશોરભાઈ મુંગલપરા, સેવાભારતી ટ્રસ્ટી સદસ્ય કાર્યકારીણી, V.V.P. કોલેજના ટ્રસ્ટી અને સૌરાષ્ટ્રપ્રાંત વ્યવસ્થાપક નરેન્દ્રભાઈ દવે, દિનેશભાઈ પાઠક ચેરમેન રાજકોટ નાગરિક સરકારી બેન્ક, યુરોલોજીસ્ટ ડો. જીતેન્દ્રભાઈ અમલાણી મહાનગર સંઘચાલક, જીતેન્દ્ર ગમઢા, રાજકોટ વિભાગ કાર્યવાહ ડો. શાંતનુ જીવાણી - મહાનગર સંપર્ક પ્રમુખ, શ્રી મનિષભાઈ ?? ચેરમેનશ્રી સમાજ કલ્યાણ સમિતિએ સંસ્કૃતિના જતનના પ્રયાસને બિરદાવ્યો હતો
(3:08 PM IST)










