<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

સદર બજારમાંથી હેતલબેન બારડ ગુમઃ જોવા મળે તો પોલીસને જાણ કરો

રાજકોટ તા. ૨૭: શહેરના સદર બજારમાં જુમ્‍મા મસ્‍જીદ પાસે રહેતાં હેતલબેન વિજયસિંહ બારડ (ઉ.વ.૪૨) તા. ૨૪/૫ના બપોરે બારેક વાગ્‍યે તેના પુત્ર ધ્રુમિલને ઘરે મુકીને થેલો લઇને નીકળ્‍યા બાદ ગૂમ થઇજતાં પતિ વિજયસિંહ કેશરીસિંહ બારડએ પ્ર.નગર પોલીસને જાણ કરી છે. હેતલબેન પાંચ ફુટ છ ઇંચની ઉંચાઇ ધરાવે છે. તે શરીરે પાતળા બાંધાના છે અને ઘરેથી નીકળ્‍યા ત્‍યારે પીળા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો હતો. તસ્‍વીરમાં દેખાતા હેતલબેન કોઇને જોવા મળે તો પ્ર.નગર પોલીસને ૬૩૫૯૬ ૨૭૪૦૫ ઉપર જાણ કરવા જણાવાયું છે. પ્ર.નગરના એએસઆઇ આનંદભાઇ પરમાર વધુ તપાસ કરે છે.

(3:00 PM IST)