<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

વોર્ડ નં.૧રની ગોકુલધામ પાસેની આવાસ યોજનામાં નર્કાગાર જેવી હાલત, તંત્ર નિભંરઃ સરલાબેનનો આક્રોશ

રાજકોટઃ તા.૮, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના મહામંત્રી સરલાબેન પાટડીયા ની યાદીમાં જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્‍યાં માનવી ત્‍યાં સુવિધા અને સ્‍વચ્‍છ ભારત સ્‍વચ્‍છ અભિયાન અને હિન્‍દુસ્‍તાનના નકશામાં શિકાગો બનાવવાની ગુલબાંગો ફેકનારા વાસ્‍તવિક સ્‍થિતિથી વાકેફ ન હોય તેવું જણાય છે.

 વોર્ડ નંબર ૧૨ ના કળષ્‍ણનગર મેઇન રોડ પર આવેલા ડાલીબાઈ છાત્રાલયની પાછળ ગોકુલધામ પાસે આવેલા આવાસ યોજનામાં નર્કાગાર જેવી હાલત છે ે પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ જોવા મળે છે. આવાસ યોજનામાં વખતો વખત અંધાર પર છવાઈ જાય છે. રસ્‍તા ભાંગેલા તૂટેલા અને ખાડા ખબડા જોવા મળે છે  આ રસ્‍તાઓમાં પાણી ભરાતું હોવાને પગલે અકસ્‍માતનું સતત જોખમ રહે છે. સફાઈ નો અભાવ છે જ્‍યાં ત્‍યાં કચરા ગંદકીના ગંજ રસ્‍તા પર લીલ અને શેવાળ જામી ગયા હોવાને પગલે બાઈક ચાલકો સ્‍લીપ થઈ જવાનો ભય રહે છે.

  રાજકોટ મહાનગરપાલિકામાં મેયરો, કમિશનરો, કોર્પોરેટરો બદલાઈ પરંતુ આવાસ યોજના ના પ્રશ્‍નો અધ્‍ધરતાલ જ રહે છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્‍ટરમાં અનેકવાર ફરીયાદો કરાઇ છે. છતાં કોઇ નકકર પગલા ભરાતા ન હોવાનું  મહિલા કોંગ્રેસ અગ્રણી,સરલાબેન પાટડીયા,(મો.- ૯૮૨૪૭ ૩૫૪૮૧) એ યાદીના અંતમાં જણાવ્‍યું છે. 

(3:41 PM IST)