<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

સ્વ. અરવિંદભાઈ મણીયાર ને સ્મરણાંજલી સાથ હદયાંજલી

મૂલ્યોનો માનવી

૧૯૩૩ -  તા. પ ઓક્ટોબર, જન્મ, રાજકોટમાં.  પિતા રતિલાલ મણીઆર અને માતા સૂરજબેન.  પિતા અને દાદા રાજકોટનાં ખ્યાતિપ્રાપ્ત ધારાશાસ્ત્રીઓ હતા.
પ્રાથમિક શિક્ષણ : સદરની તાલુકા શાળા નં ૧૦
માધ્યમિક શિક્ષણ : રામકૃષ્ણ આશ્રમ
હાઈસ્કૂલ - એ.એસ.ચેોધરી હાઈસ્કૂલ
 ૧૯૪૯ -  મેટ્રિકની પરીક્ષા ઉતીર્ણ કરી
 ૧૯૪૯ -  આર.એસ.એસ. માં જોડાયા અને જીવનભર સંઘનાં ચુસ્ત સમર્થક અને અગ્રણી બની રહયા
 ૧૯પ૩ -  રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી વિજ્ઞાનનાં સ્નાતક (બી.એસસી) થયા

 ૧૯પ૭ -  અમદાવાદની એ.એલ.શાહ લો કોલેજમાંથી એલએલ.બી. થયા અને રાજકોટ આવી પિતા સાથે ટેકસેશન એડવાઈઝર તરીકે  કારકિર્દીનો આરંભ કર્યો

 ૧૯પ૯ -  ર૦ જાન્યુઆરી, જામનગર મનુભાઈ મહેતાના પુત્રી હંસિકાબેન સાથે લગ્ન
 ૧૯૬૧ -  સંધમાંથી જનસંઘમાં જોડાયા અને સમય જતા તેના નિવડેલા આગેવાન તરીકે પ્રતિષ્ઠિત થયા.
 ૧૯૬પ -  રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. નાં બોર્ડમાં નિમણૂંક
 ૧૯૬પ -  રાજકોટની અપના બજારનાં બોર્ડમાં અને લેંગ લાઈબ્રેરીની કારોબારીમાં સભ્ય તરીકે નિયુકિત.
 ૧૯૬૯ -  રાજકોટ શહેર સુધરાઈમાં જનસંઘનાં સભ્ય તરીકે ચૂંટાયા

 ૧૯૬૯ -  ૩૬ વર્ષની ઉંમરે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. નાં ચેરમેન તરીકે ચૂંટાયા.  ૧૯૭પ સુધી આ સ્થાન પર રહયા.  છેલ્લે ૧૯૮૩માં ફરી છ માસ માટે બેંકનાં પ્રમુખ બન્યા.  બેંકનાં વિકાસમાં અરવિંદભાઈનું મહત્વનું યોગદાન છે.
 ૧૯૬૯ -  રાજકોટમાં જનસંઘનાં ગુજરાત પ્રાંતનાં સંમેલનમાં આયોજનમાં સક્રિય ભૂમિકા નિભાવી.
 ૧૯૭૪ -  નવનિર્માણ આંદોલનમાં મોવડી અને૧૯૭૬માં મીસા નીચે જેલવાસ
 ૧૯૭પ -  રાજકોટ - ર બેઠક ઉપરથી ગુજરાત વિઘાનસભામાં ચૂંટાયા.  જનસંઘનાં ત્યારયારે ગુજરાત વિદ્યાનસભામાં કુલ ૧૮ સભ્યો હતા.  અરવિંદભાઈ , કેશુભાઈ પટેલ, અશોક ભટ, મકરંદ દેસાઈ, હેમાબેન આચાર્ય, નારસિંહ પઢિયાર, લેખરાજ બચાણી વગેરે તેમાં હતા.
 ૧૯૭પ -  રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી ચૂંટણીમાં વિજેતા થઈ રાજકોટના મેયર બન્યા.  શહેરના આધુનિકરણનો આરંભ તેમના સમયગાળા દરમ્યાન થયો.  ભૂગર્ભ ગટરનું આયોજન અરવિંદભાઈના મેયરપદ દરમ્યાન થયું.
 ૧૯૭૬ -  આંતરિક કટોકટી અંતર્ગત દસ માસનો જેલવાસ
 ૧૯૭૮  -   અમેરિકાનો હંસિકાબેન સાથે પારિવારિક પ્રવાસ
 ૧૯૭૯ -  ઓગષ્ટ - મોરબીમાં મચ્છુ ડેમની જળહોનારતમાં રાહત કાર્ય

 ૧૯૮૧  -  ફેબ્રુઆરી, ભારતીય જનતાપક્ષની ટિકિટ ઉપર બીજી ટર્મમાં માટે રાજકોટના મેયરપદે ચૂંટાયા

 ૧૯૮૧  -  ઓગષ્ટ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પક્ષપલ્ટા વિરોધી આંદોલનની નેતાગીરી સંભાળી અને સફળતાપૂર્વક સંચાલન કર્યું.

 ૧૯૮૧  -  ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને રાષ્ટ્રીય કારોબારીમાં નિમણૂંક
 ૧૯૮ર  -  સહકારી કાયદામાં રાજય સરકારે ચૂચવેલા સુધારા સામે લડત ચલાવી.  ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંકસ ફેડરશેનમાં ડાયરેકટર તરીકે ચૂંટાયા
 ૧૯૮૩  - માર્ચ, રાજકોટનાં મેયર તરીકે નવી પેઢીને સ્થાન આપવું જોઈએ તેમ જણાવી મેયરપદનું રાજીનામું.  રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ના પ્રમુખ તરીકે નિયુકિત
 ૧૯૮૩  - ઓગષ્ટ, પટણામાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં બેઠકમાં હાજરી.
 ૧૯૮૩  -  ૭ સપ્ટેમ્બર, અમદાવાદમાં ભાજપની બેઠકમાં હાજરી આપી રાજકોટ પરત ફરતી વખતે સાંજે ડોળિયા પાસે મોટર અકસ્માત નડયો.  સારવાર માટે રાજકોટ.  ફકત પચાસ વર્ષની ઉંમરે અરવિંદભાઈનું અવસાન થયું.

(1:45 PM IST)