તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
રાજકોટમાં ટાઈની સ્ટાર્સ પ્રિ સ્કુલના તૃતીય વાર્ષિકોત્સવ સાથે હેલ્ધી બેબી સ્પર્ધા યોજાઈ: ભુલકાઓએ દેશભક્તિ-સાંસ્કૃતિક કાર્યક્રમોથી મોહી લીધા
‘હેલ્ધી બેબી, હેલ્ધી ફેમિલી, હેલ્ધી સોસાયટી બનાવે હેલ્ધી ભારત’ થીમ પર યોજાયેલા કાર્યક્રમમાં ડીસીપી હેતલ પટેલ, માહિતી અધિકારી પારૂલ આડેસરા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત: ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ-સર્ટિફિકેટ આપી વધાર્યો ઉત્સાહ

રાજકોટ, તા.૧૮
‘હેલ્ધી બેબી, હેલ્ધી ફેમિલી, હેલ્ધી સોસાયટી બનાવે હેલ્ધી ભારત’ આ થીમ ઉપર હેમુ ગઢવી ઓડિટોરીયમમાં ટાઈની સ્ટાર્સ માય પ્રિસ્કુલ દ્વારા હેલ્ધી બેબી સ્પર્ધા તથા તૃતીય એન્યુઅલ ફેસ્ટ ૨૦૨૬ યોજાયો હતો. વાર્ષિકોત્સવમાં નાના ભુલકાઓએ દેશભક્તિ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર બાળકોને અલગ અલગ કેટેગરીમાં શિલ્ડ, સર્ટિફિકેટ તથા ઈનામ આપી વિજેતાને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ રહી કે ભાગ લેનાર દરેક બાળકને ગિફ્ટ તથા સર્ટિફિકેટ આપી તેમનો પણ ઉત્સાહ વધારવામાં આવ્યો હતો, જેથી દરેક બાળકો પોતાને વિજેતા માને.
આ પ્રસંગે રાજકોટ ઝોન-૧ના નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ, માહિતી ખાતાના અધિકારી પારૂલ આડેસરા, એચસીજી હોસ્પીટલના સર્જન ડો. હેમલ મોટાણી, મિલન દોશી, હરીશ ચૌહાણ, દિપ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમીર પોતાએ કર્યું હતું. આ તકે શ્રીમતિ આરતી જાટકીયાએ સંસ્થા તથા તેની પ્રવૃતિઓ વિશે માહિતી આપી પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આરતી જાટકીયા, ડો. તુષાર જાટકીયા તથા ટાઈની સ્ટાર્સના કર્મયોગીઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે બાળકો સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
(6:45 PM IST)










