<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

સિવિલ હોસ્‍પિટલમાં આરોગ્‍ય પ્રધાન પ્રફુલભાઈ પાનસેરિયાનું સરપ્રાઈઝ વિઝીટ

 

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલ ખાતે આરોગ્‍ય પ્રધાન પ્રફુલભાઈ પાનસેરિયાએ સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્‍પિટલના વિવિધ વિભાગો ઓપીડી, ઇમરજન્‍સી વોર્ડ, તેમજ પીએમએસએસવાય બિલ્‍ડિંગ સહિતના તમામ મહત્‍વના વિભાગોની રૂબરૂ મુલાકાત લઇને દર્દીઓને મળતી સારવાર અને આરોગ્‍ય સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ સમયે સિવિલ હોસ્‍પિટલના તબીબી અધિક્ષક ડો. કમલસિંહ ડોડીયા તથા આરએમઓ ડો. હર્ષદ દૂસરા સહિતના ઉચ્‍ચ અધિકારીઓ અને તબીબો તેમની સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. આરોગ્‍ય પ્રધાને હોસ્‍પિટલની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી  દર્દીઓને સમયસર તેમજ ગુણવત્તાયુક્‍ત સેવાઓ મળી રહે તે માટે અધિકારીઓ સાથે વિસ્‍તળત ચર્ચા કરી હતી.

(3:20 PM IST)