તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
વિજયભાઈ રૂપાણીની ૧૦મી માસિક પુણ્યતિથીએ યોજાયો આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પ
૩૫૦થી વધુ દર્દીઓએ લાભ લીધો : બહેરાશ ધરાવતા ૧૦૮ દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર વિતરણઃ વર્ટીગો(ચક્કર)ના દર્દીઓની સારવાર

રાજકોટ : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ૧૦મી માસિક પુણ્યતિથીએ માનવ સેવાના કાર્યોના ભાગરૂપે શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, વિજયભાઈ રૂપાણી મેમોરીયલ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડ ટાઉનના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ચામડી, દંતરોગ, બાળરોગ, કાન-નાક-ગળાના દર્દો તથા વર્ટીગો (ચક્કર આવવા)નું વિનામૂલ્યે નિદાન તથા દવાઓ સાથે સારવાર કેમ્પ તેમજ ડોક્ટરની સલાહ મુજબ બહેરાશ ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે શ્રવણયંત્ર (હિયરિંગએઈડ) વિતરણ કરવાનો એક કેમ્પ ટ્રસ્ટના ભવન કિલ્લોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ૩૫૦થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને ૧૦૮ દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર વિતરણ કરવામાં આવેલ. આ કેમ્પમાં ઇએનટી સર્જન ડો.જતિનભાઈ મોદી, ડો.નિરવભાઈ મોદી, ડો.સેજલબેન ભટ્ટ, ડો.વૈભવભાઈ હાપલિયા, વર્ટીગો(ચક્કર) નિષ્ણાંત ડો.દર્શનભાઈ ભટ્ટ, સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો.ચેતનભાઈ લાલસેતા, ડો.પ્રિયંકાબેન સુતરીયા, ડો.પૂજાબેન ભીંડોરા, દંતરોગ માટે ડો.બિંદનભાઈ શાહ, ડો.પ્રીતેશભાઈ વોરા, ડો.બંસીબેન કારીયા, ડો.નેહાંશીબેન રામાનુજ, બાળરોગ માટે ડો.નિખિલભાઈ શેઠ તથા ડો.અનિલભાઈ સાંજવા (પીડીયાટ્રીક સર્જન) વગેરેએ ઉપસ્થિત રહી દર્દીઓને તપસ્યા હતા. એટલું જ નહિ પરંતુ દર્દીઓને જરૂરી દવાઓ ટ્રસ્ટના આંગણે વિનામૂલ્યે આપવામાં આવેલ હતી. દંતરોગના દર્દીઓ માટે ટ્રસ્ટના દંતવિભાગમાં એક અઠવાડિયા સુધી ટ્રસ્ટના રાહતદરના પણ ૫૦% દરે એક અઠવાડિયા માટે સારવાર કરવાનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પનું ઉદ્દઘાટન સિનિયર ઈ.એન.ટી. સર્જન ડો.જતીનભાઈ મોદી, સિનિયર બાળરોગ નિષ્ણાંત ડો.નિખીલભાઈ શેઠ, ઉપસ્થિત ડોક્ટર્સ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવેલ હતું. આ તકે ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, મેહુલભાઈ રૂપાણી, પ્રદીપસિંહ ઝાલા (ફન વર્લ્ડ), રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ જીજ્ઞેશભાઈ કામદાર, અશ્વિનભાઈ કામદાર, ડો.સુનાબેન મોદી, ડો.નિરંજનભાઈ પરીખ, ડો.પ્રતિમાબેન પરીખ, ડો.અનીમેશભાઇ ધ્રુવ, ડો.ગૌરવીબેન ધ્રુવ, શૈલેષભાઈ દેસાઈ, આકાશભાઈ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સિનિયર ઈ.એન.ટી. સર્જન ડો.જતીનભાઈ મોદી અને ડો.ચેતનભાઈ લાલસેતાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરી સંસ્થાના કાર્યને બિરદાવ્યુ હતુ. ટ્રસ્ટની મેડીકલ કમિટીના ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે ટ્રસ્ટ દ્વારા ચાલતી તબીબી સેવા વિશે માહિતી આપી આ સેવાનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટની પરંપરા અનુસાર કેમ્પમાં સેવા આપવા આવેલ ડોક્ટર્સનું ટ્રસ્ટના ડો.નયનભાઈ શાહ, કનુભાઈ હિન્ડોચા, દિલીપભાઈ મીરાણી, કિરીટભાઈ પરમાર, હરીશભાઈ શાહ, ગીતાબેન વસા, કેતનભાઈ મેસવાણી, જીજ્ઞેશભાઈ કામદાર, મુકેશભાઈ મહેતા, કિશોરભાઈ ગામારા, રવજીભાઈ દવેરા, ભાવેનભાઈ ભટ્ટ, શિતલબા ઝાલા, પ્રીતીબેન મહેતા, ડો.ગ્રીષ્માબેન માલવિયા, ડો.સલોનીબેન ડોડીયા વગેરે દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન હસુભાઈ ગણાત્રા દ્વારા કરવામાં આવેલ. આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર્સ કે જેઓ પોતાનો મુલ્યવાન સમય ફાળવી કેમ્પમાં સામેલ દરિદ્રનારાયણોની સેવા બદલ શ્રીમતી અંજલીબેન રૂપાણીએ ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કર્યો હતો. ઉદઘાટન સમારોહનું સંચાલન ટ્રસ્ટના હસુભાઈ ગણાત્રાએ કર્યું હતું. કેમ્પને યશસ્વી બનાવવા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, ડો. મેહુલભાઈ રૂપાણી, મહેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મેડીકલ કમિટી મેમ્બર્સ ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, દિવ્યેશભાઈ અઘેરા, ગીતાબેન બિપીનભાઈ વસા, શૈલેષભાઈ લોટીયા, હરીશભાઈ શાહ, કેતનભાઈ મેસવાણી, કાર્યકર્તાઓ શ્રી હસુભાઈ ગણાત્રા, મુકેશભાઈ મહેતા, કિશોરભાઈ ગમારા, કનુભાઈ હિન્ડોચા, રાજુભાઈ શેઠ, ઉમેશભાઈ કુંડલિયા, દિલીપભાઈ મીરાણી, રવજીભાઈ દવેરા, કિરીટભાઈ પરમાર, જીજ્ઞેશભાઈ રત્નોતર, આશીષભાઈ દાવડા, ભરતભાઈ કારડીયા, પ્રવિણભાઈ ખોખર, વહીવટી અધિકારી ભાવિનભાઈ ભટ્ટ, કો-ઓર્ડીનેટર સાગરભાઇ પાટીલ, કર્મચારીઓ શીતલબા ઝાલા, ડો.સલોનીબેન ડોડીયા, ડો.ગ્રીષ્માબેન માલવિયા, ડો.જસ્મિતાબેન ચાવડા, ડો.ચિંતનભાઈ જોષી, ડો.કળશાંગી વ્યાસ, ડો.મહેક મહેશ્વરી, ડો.મહિમા ચૌહાણ, ડો.પાયલ સરવૈયા, ડો.રીના બાવળીયા, ડો.રિયા વાઘેલા, ડો.ઋત્વી કાનાણી, ડો.પ્રકળતિ જોષી, ડો.દર્શના કેશવાલા, અલ્પાબેન ભટ્ટ, ભરતભાઈ પાઠક, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, હેતલબેન પરમાર, જાનકીબેન રામાણી, વર્ષાબેન મકવાણા, પદમાબેન પરમાર, હાજરાબેન બુંભાણીઠેબા, સિંગ રીનારાની, અનિલભાઈ ચાવડા, કાંતિભાઈ નિરંજની, નયનાબેન ડાભી, શકીનાબેન અજમેરી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. તેમ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ (ફોન ૦૨૮૧-૨૭૦૪૫૪૫)ની યાદીમાં જણાવાયુ છે.
(3:40 PM IST)










