<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

મવડી ચોકડીએ સ્‍પામાં-રેસકોર્ષ પાર્કમાં ઘરમાં ત્રિપુરા, રાજકોટની યુવતિઓ પાસે કરાવતો હતો દેહવેપલો

એએચટીયુની ટીમે બે કૂટણખાનાનો પર્દાફાશ કર્યોઃ ઓરેન્‍જ વેલનેસ સ્‍પા મુળ ગીર સોમનાથના જુંડવડલીનો મહેશ ચોૈહાણ ચલાવતો હતોઃ એન્‍ટ્રીના ૧૦૦૦ અને એકસ્‍ટ્રા સર્વિસના ૩૦૦૦ વસુલાતા હતાં ભાડાના ફલેટમાં વૃધ્‍ધા એક એક હજાર વસુલી ૫૦૦ પોતે રાખી ૫૦૦ લલનાને આપતીઃ પીઆઇ પી. એન. પઢીયાર, અજયભાઇ શુક્‍લા, સલિમભાઇ મકરાણી, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા અને ટીમોના દરોડા

રાજકોટ તા. ૨૭: શહેરમાં અવાર-નવાર સ્‍પામાં મસાજ પાર્લરની આડમાં ચાલતાં કૂટણખાના પકડાય છે. વધુ એક આવા સ્‍પામાં એએચટીયુની ટીમે દરોડો પાડયો હતો. મવડી ચોકડી નજીક સ્‍પામાં દેહવ્‍યાપાર ચાલતો હોવાનો પર્દાફાશ કરી પોલીસે મુળ ગીર સોમનાથના વતની શખ્‍સની ધરપકડ કરી હતી. આ સ્‍પામાં ત્રિપુરાની બે યુવતિઓ પાસે દેહવેપલો કરાવાતો હતો. બીજી તરફ રેસકોર્ષ પાર્કમાં એક વૃધ્‍ધા ભાડાના ફલેટમાં બહારથી મહિલાઓ બોલાવી દેહવેપલો કરાવતી હોવાનો પર્દાફાશ પણ આ ટીમે કર્યો હતો. અહિથી પણ બે મહિલા મળી આવી હતી.

જાણવા મળ્‍યા મુજબ એએચટીયુની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ચોક્કસ બાતમી મળી હતી કે ખોડિયાર હોટલની બાજુમાં, શિવમ બિલ્‍ડીંગ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, મવડી ચોક પાસે આવેલ ઓરેન્‍જ વેલનેસ ફેમેલી નામના સ્‍પામાં સંચાલક બહારથી મહિલાઓને બોલાવી અને ગ્રાહકો પાસેથી નાણાં લઈ દેહવ્‍યાપારનો ધંધો કરાવી આર્થિક લાભ મેળવી રહ્યા છે.બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે સ્‍પાથી થોડે દૂર ડમી ગ્રાહકને મોકલ્‍યો હતો. ડમી ગ્રાહક દ્વારા મળેલા સંકેત અને મિસકોલના આધારે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર પી.એન. પઢિયાર સહિતની ટીમ ત્રાટકી હતી.

સ્‍પામાં કાઉન્‍ટર પર રિસેપ્‍શનિસ્‍ટ તરીકે બેઠેલા શખ્‍સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મહેશ બાબુભાઈ ચૌહાણ (ઉં. વ. ૩૬, રહે. બાવળીયા પરા, રેસકોર્ષ રીંગ રોડ, મુળ રહે. ગામ ઝુંડવડલી, તા. જી. ગીર સોમનાથ) જણાવ્‍યું હતું. તેણે પોતે જ સ્‍પાનો માલિક અને સંચાલક હોવાની કબુલાત આપી હતી. પોલીસે સ્‍પાના રૂમ ચેક કરતા એક રૂમમાંથી એક મહિલા અને ડમી ગ્રાહક મળી આવ્‍યા હતા. તેણીએ પોતે મુળ ત્રિપુરાની હોવાનું અને હાલ નાના મવા રોડ પર રહેતી હોવાનું કહ્યું હતું. સ્‍પામાં એન્‍ટ્રી ફીના ૧૦૦૦ અને બાદમાં શરીર સંબંધ બાંધવાના રૂા. ૩૦૦૦ એકસ્‍ટ્રા સર્વિસ પેટે વસુલાતા હતાં.

સ્‍પામાં અન્‍ય એક મહિલા પણ મળી હતી તેણીએ પણ પોતે મુળ ત્રિપુરાની અને હાલ નાના મવા રોડ વિસ્‍તારમાં રહેતી હોવાનું કહ્યું હતું અને સ્‍પામાં સંચાલક દ્વારા દહે વ્‍યાપાર કરાવાતો હોવાનું કહ્યું હતું. આ યુવતિઓ ગ્રાહક પાસેથી ૩-૩ હજાર લેતી હતી. જેમાંથી ૧ હજાર સંચાલક પોતે રાખી લેતો હતો. પોલીસે ૪ હજાર રોકડા, મોબાઇલ ફોન મળી નવ હજારનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. 

બીજા દરોડામાં પણ ટીમને મળેલી ચોક્કસ હકીકતના આધારે રેસકોર્ષ પાર્ક, સરસ્‍વતી શિશુ વિદ્યામંદિર સ્‍કૂલની બાજુની શેરી, બ્‍લોક નં. ૫૩ પાસે આવેલા ફલ્‍ેટ નં. ૨ ખાતે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરવામાં આવી હતી. હકીકત સાચી જણાતા એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પહોંચી હતી. જ્‍યાં ફલેટના હોલમાં સોફા પર બેઠેલા વૃધ્‍ધાની પુછતાછ કરતાં પોતાનું નામ શિલ્‍પાબેન ગીરીશભાઈ માણેક (ઉં.વ. ૬૦, રહે. સાઈરામ,ઁ મેહુલનગર શેરી નં. ૬, નીલકંઠ સિનેમા પાછળ, કોઠારીયા મેઈન રોડ) જણાવ્‍યું હતું. 

વધુ પુછતાછમાં આ વૃધ્‍ધાએ કબુલ્‍યુ઼ હતું કે  તેઓ બહારથી મહિલાઓને બોલાવી ફ્‌લેટમાં રાખતા હતા અને બહારથી ગ્રાહકો બોલાવી ગ્રાહક દીઠ રૂ. ૧,૦૦૦ લઈ તેમાંથી રૂ. ૫૦૦ મહિલાને આપતા હતા તથા રૂ. ૫૦૦ કમિશન પેટે પોતાની પાસે રાખી લેતાં હતાં. ફ્‌લેટના એક રૂમમાંથી ડમી ગ્રાહક અને એક મહિલા મળી આવ્‍યા હતા, જ્‍યારે બીજા રૂમમાંથી અન્‍ય એક મહિલા પણ મળી આવી હતી. પોલીસે દેહ વ્‍યાપારની પ્રવૃતિ કરાવવાનો ગુનો નોંધી સ્‍થળ પરથી રૂ. ૩,૫૦૦ રોકડા, બે મોબાઇલ ફોન ૧૦,૦૦૦ના મળી ૧૩,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ પી. એન. પઢીયાર, એએસઆઇ અજયકુમાર શુક્‍લા, સલિમભાઇ મકરાણી, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હેડકોન્‍સ. ગીરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, જ્‍યોતિબેન બાબરીયા, ભુમિકાબેન ઠાકર, સૂર્યકાંતભાઇ જાદવની ટીમે આ બંને દરોડાની કામગીરી કરી હતી.

(2:38 PM IST)