તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
રાજકોટના હાર્વિન પોપટે કલર ગ્રેડિંગ એપ.બનાવી
તમારા સામાન્ય વીડિયો હોલિવુડની ફિલ્મ જેવો આસાનીથી બની જશે : ઇંગ્લીશમાં પીએચ.ડી. કરતા હાર્વિનને સંગીતનો જબ્બર શોખઃ પોતાના વીડિયોને શ્રેષ્ઠ બનાવવા એપ. મળી નહિ, તો ખુદે બનાવી નાખીઃ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધઃ પિતા મિકેનિકલ એન્જીનિયર અને ગાયક-સિંગરઃ માતા પુનિતાબેન સિવિલમાં નર્સઃ હાર્વિન બનાવેલી એપ. ખુબ ઉપયોગી

તસવીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે હાર્વિન પોપટ, રૂહિલભાઇ પોપટ, પુનિતાબેન પોપટ નજરે પડે છે.
રાજકોટ, તા.૧૫: આજના ડિજિટલ યુગમાં પ્લે સ્ટોર પર હજારો વિડીયો એડિટિંગ એપ્સ છે, પરંતુ તે માત્ર ‘બેઝિક ફિલ્ટરસ' પૂરતી મર્યાદિત છે. મોબાઈલ ફોનમાં જ પ્રોફેશનલ ‘વિડિયો કલર ગ્રેડિંગ' (Video Color Grading) થઈ શકે તેવી કોઈ પાવરફુલ એપ અત્યાર સુધી નહોતી. પરંતુ, રાજકોટના એક યુવાને ‘Prismatica Pro' (પ્રિઝમેટિકા પ્રો) લોન્ચ કરીને આ ખાલીપો ભરી દીધો છે. આ એપ તમારા ખિસ્સામાં રહેલા સામાન્ય સ્માર્ટફોનથી શૂટ કરેલા સાદા વિડીયોને પણ એ રીતે ‘કલર ગ્રેડ' કરે છે કે તે એકદમ કોઈ હોલિવૂડ ફિલ્મ જેવો જ સિનેમેટિક લુક આપે છે!
આ ગ્લોબલ-લેવલની એપ બનાવનાર હાર્વિન રૂહિલ પોપટની પ્રોફાઈલ કોઈને પણ આヘર્યમાં મૂકી દે તેવી છે. પિતા રૂહિલભાઈ પોપટ (મિકેનિકલ એન્જિનિયર અને ઇવેન્ટ મેનેજર) તથા માતા પુનીતાબેન પોપટ (સિવિલ હોસ્પિટલ, નર્સ) ના સંસ્કારોથી સિંચિત હાર્વિન મૂળ અંગ્રેજી સાહિત્યના તેજસ્વી વિદ્યાર્થી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષય સાથે બી.એ. (B.A) અને એમ.એ. (M.A.) બંનેમાં યુનિવર્સિટીમાં દ્વિતીય કળમમ (2nd Rank) મેળવ્યા બાદ, તેમણે કાઇટ સ્કૂલમાં દોઢ વર્ષ અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. વર્ષ ૨૦૨૫માં તેમણે અંગ્રેજી વિષયમાં જ રાષ્ટ્રીય કક્ષાની અતિ કઠિન JRF (જુનિયર રિચર્સ ફેલોશિપ) પરીક્ષા પાસ કરી અને હાલ તેઓ UGC સ્કોલરશિપ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ‘ઇંગ્લિશ ક્રિટિસિઝમ' વિષય પર પોતાનું PhD કરી રહ્યા છે. સાહિત્યના ઉચ્ચ અભ્યાસ અને સંગીતની સાથે-સાથે કોડિંગ અને ટેકનોલોજી પરની તેમની આ પકડ ખરેખર અદભૂત છે.
હાર્વિન જણાવે છે કે, ‘‘આજે કન્ટેન્ટ ક્રિએશનનું ૯૫%કામ મોબાઈલ પર થાય છે, પરંતુ વિડીયોનેપ્રોફેશનલ કલર અને સિનેમેટિક લુક આપવા માટે મોટા સ્ટુડિયોમાં લાખો રૂપિયાના ડેસ્કટોપ કે લેપટોપ વાપરવા પડતા. આ મર્યાદા તોડવા મેં Native C++ અને OpenGL એન્જિન પર આ ડેસ્કટોપ-ક્લાસ એપ બનાવી છે. આમાં હેવી કલર પ્રોસેસિંગ ફોન હેંગ થયા વિના સ્મૂથલી થાય છે.''
આ એપની સૌથી મોટી ક્રાંતિ એ છે કે તેમાં માત્ર સાદા ફિલ્ટર્સ નથી. પરંતુ અસલ સિનેમા કેમેરાની કલર સાયન્સ પર આધારિત પ્રોફેશનલ ગ્રેડિંગ સિસ્ટમ છે. વિડીયોનો ઓરિજિનલ ઓડિયો જાળવી રાખીને તેમાં દુનિયાના મોંઘા હાઈ-એન્ડ DSLR અને સિનેમા કેમેરાના કલર સ્પેસનું સચોટ મેપિંગ કરતી ૨૦થી વધુ ‘‘પ્રીમિયમ ફિલમ ઈમ્યુલેશન્સ'' (Film Emulations) આપવામાં આવી છે. સાથે જ, હોલિવૂડની પ્રખ્યાત‘બ્લીય બાયપાસ' (Bleach Bypass) ઈફેફટ, ‘બ્લૂમ' (લેન્સ ગ્લો) અને ‘ફિલ્મ ગ્રેન' (વિન્ટેજ ૩૫ લુક) જેવાં એડવાન્સ્ડ ટૂલ્સ શૂટ કરેલા સાદા વિડીયોને માસ્ટરપીસમાં ફેરવી દે છે.
રાજકોટ માટે ખૂબ ગોૈરવની વાત છે કે અહીં બનેલી આ એપ એટલી પાવરફુલ છે કે આજે ઓસ્ટ્રેલિયા, યુએસએ (USA), કેનેડા, યુએઈ (UAE) અને સ્પેન જેવા દેશોના પ્રોફેશનલ વિડીયો ક્રિએટર્સ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. શોર્ટ ફિલ્મ મેકર્સ, બ્લોગસ અને રિલ્સ બનાવનારાઓ માટે આ એપ ગેમ-ચેન્જર છે.
સામાન્ય રીતે આવી હાઈ-એન્ડ એપ્સ દર મહિને મોંઘુ સબસ્ક્રિપ્શન માંગે છે, પરંતુ પ્રિઝમેટિકા પ્રોમાં યુઝર્સને ‘લાઇફટાઇમ પર્ચેઝ' (એક જ વાર ખરીદી) નો વિકલ્પ મળે છે. સાથે જ, ૧ જુલાઈ સુધી એપ પર ૨૫%‘અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ' પણ ચાલી રહ્યું છે.
અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર‘Prismatica Prં' સર્ચ કરી ડાઉનલોડ કરો અને તમારા વિડીયોને આપો એક પ્રોફેશનલ સિનેમેટિક ટચ. વધુ માહિતી કે સંર્પક માટે હાર્વિન પોપટનો મોબાઇલ નંબર ૮૧૬ ૦૫૮ ૩૩૨૫ ઉપર સંપર્ક કરી શકાય છે.
(4:42 PM IST)










