<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

સ્‍પાના કૂટણખાનામાં લલના ગ્રાહક પાસેથી મન પડે એટલા રૂપિયા વસુલી સંચાલકને ૧-૧ હજાર આપતી

આસામ, ત્રિપુરા, મિઝોરમ, રાજકોટ, કોડીનારની પાંચ લલનાઓને રાખી દેહવેપલો કરાવાતો'તોઃ યાજ્ઞિક રોડ પર સનશાઇન વેલનેસ સ્‍પામાં દરોડો એએચટીયુ પીઆઇ પી. એન. પઢીયાર, એએસઆઇ અજયકુમાર શુક્‍લા, સલિમભાઇ મકરાણી અને ટીમનો દરોડોઃ સંચાલક અર્જુન સોની વિરૂધ્‍ધ ગુનો નોંધી કાર્યવાહી

રાજકોટ તા. ૨૬: શહેરમાં વધુ એક વખત સ્‍પાની આડમાં ચાલી રહેલા અવળાધંધાનો પર્દાફાશ થયો છે. રામકૃષ્‍ણ આશ્રમ સામે રાજેશ્વરી કોમ્‍પલેક્ષના ચોથા માળે સનશાઇન વેલનેસ સ્‍પામાં મસાજ પાર્લરની આડમાં કૂટણખાનુ ચાલતુ હોવાની બાતમી પરથી એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે દરોડો પાડી સંચાલક સામે ગુનો નોંધ્‍યો હતો. અહિ ગ્રાહકો પાસેથી એન્‍ટ્રી ફીના ૧૦૦૦ વસુલાતા હતાં. બાદમાં લલનાઓ પોતાની રીતે ગ્રાહક પાસેથી શરીર સંબંધ બાંધવાના પૈસા વસુલી તેમાંથી ૧-૧ હજાર સંચાલકને આપતી હતી. ત્રિપુરા, આસામ, ીમઝોરમ, રાજકોટ, કોડીનારની પાંચ લલનાઓને રાખી લોહીનો વેપલો કરાવાતો હતો.

જાણવા મળ્‍યા મુજબ શહેરમાં દેહ વ્‍યાપરની પ્રવૃતિ ડામી દેવા સુચના મળી હોઇ એએચટીયુની ટીમ પેટ્રોલીંગમા હતી ત્‍યારે બાતમી મળી હતી કે ડો. યાજ્ઞિક રોડ પર રાજેશ્વરી કોમ્‍પલેક્ષના ચોથા માળે સનશાઇન વેલનેસ સ્‍પામાં લલનાઓ પાસે દેહવેપલો કરાવવામાં આવી રહ્યો છે. આ બાતમી પરથી પોલીસે એક ડમી ગ્રાહકને મોકલ્‍યો હતો. આ ડમી ગ્રાહકે રૂા. ૧૦૦૦ ફી ચુકવી એન્‍ટ્રી લીધા બાદ મસાજ માટે રૂમમાં આવેલી યુવતિને શરીર સંબંધ બાંધવા બાબતે પુછતાં તેણીએ ૨૫૦૦ રૂપિયા કહ્યા હતાં. તેણે પોલીસની સુચના હોઇ એ મુજબ આ રકમ ચુકવી દીધા બાદ પોલીસને જાણ કરતાં ટીમે દરોડો પાડયો હતો.

કાઉન્‍ટર પર બેઠેલા શખ્‍સની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ શંકર અર્જુનભાઇ સોની (ઉ.વ.૨૫-રહે. લાઇમ ઇન્‍સ્‍ટીટયુટની બાજુમાં જ્‍યોતિનગર રોડ, આકાશવાણી ચોક) જણાવ્‍યું હતું. પુછતાછમાં પોતે જ સંચાલક માલિક હોવાનું કહ્યું હતું. પોલીસે ડમી ગ્રાહક જે રૂમમાં હતો તેમાં તપાસ કરતાં તે યુવતિ સાથે કઢંગી હાલતમાં મળ્‍યો હતો. યુવતિએ પુછતાછમાં પોતે મીઝોરમની વતની હોવાનું અને હાલ રાજકોટ નાના મવા રોડ સર્કલ પાસે રહેતી હોવાનું કહ્યું હતું. તેમજ સ્‍પામાં ગ્રાહક પાસેથી સંચાલક એક હજાર એન્‍ટ્રીના લેતો હોવાનું અને પોતે ગ્રાહક પાસેથી શરીર સંબંધની અલગ અલગ રકમ વસુલતી હોવાનું તેમજ તેમાંથી એક હજાર સંચાલકને આપતી હોવાનું કબુલ્‍યું હતું.

પોલીસે અન્‍ય રૂમમાં તપાસ કરતાં બીજી ચાર યુવતિઓ મળી હતી. જે ત્રિપુરા, આસામ, રાજકોટ અને કોડીનારની હોવાનું અને તેણીએ પણ પોતે ગ્રાહક દિઠ સંચાલકને એક એક હજાર રૂપિયા આપતી હોવાનું કબુલતાં એએસઆઇ સલિમભાઇ બી. મકરાણીએ ફરિયાદી બની સંચાલક શંકર સોની વિરૂધ્‍ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્‍શન એક્‍ટ હેઠળ દેહવેપલો કરાવી કમાણી કરવાનો ગુનો નોંધ્‍યો હતો. પોલીસ કમિશરન બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી  ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એએચટીયુના પીઆઇ પી. એન. પઢીયાર, એએસઆઇ અજયકુમાર શુક્‍લા, સલિમભાઇ મકરાણી, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, મહેશભાઇ પ્રસાદ, જ્‍યોતિબેન બાબરીયા, ભુમિબેન ઠક્કરે આ કામગીરી કરી હતી. (૧૪.૭)

(4:09 PM IST)