તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Monday, 27th April 2026
શ્રી બાલાજી હનુમાનજીદાદાના દર્શને હર્ષ સંઘવી

રાજકોટ : રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી બાલાજી હનુમાનજીદાદાના મંદિરે શીશ ઝુકાવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ દર્શન કર્યા હતા. રાજકોટ શહેરમાં યોજાયેલા ભવ્ય રોડ-શો અને વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ તેઓએ અતૂટ શ્રદ્ધા સાથે ખાસ સમય ફાળવીને શ્રી બાલાજી હનુમાનજી દાદાના દરબારમાં પાવન પધરામણી કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મંદિરમાં બિરાજમાન શ્રી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ તકે તેમણે સમગ્ર ગુજરાત રાજ્યની સુખાકારી, શાંતિ અને સતત વિકાસ યાત્રા નિર્વિઘ્ને આગળ વધે તે માટે દાદાના ચરણોમાં અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી હતી. રાજ્યના ઉચ્ચ નેતાને દાદાના દરબારમાં સામાન્ય ભક્તની જેમ આસ્થાભેર દર્શન કરતા નિહાળીને મંદિરમાં ઉપસ્થિત હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પાવન અવસરે મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાષાી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનુ પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોએ તેમને પુષ્પહાર પહેરાવી, સ્મળતિચિホ અર્પણ કરી ભવિષ્યની જનસેવા માટે વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીને શ્રી બાલાજી હનુમાનજી મંદિરના દિવ્ય અને શાંત વાતાવરણની પ્રશંસા કરી હતી.
(3:37 PM IST)










