<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ગોપાલનગરમાંથી ૧૩૨ બોટલ દારૂ ભરેલી કાર સાથે હરેશ સોલંકી પકડાયો

નીલકંઠ પાર્કના શખ્‍સને પીસીબીની ટીમે પકડી લીધોઃ ફાળદંગના શીવરાજનું નામ ખુલ્‍યું

રાજકોટ તા. ૨૨: ગોપાલનગરમાંથી પોલીસે વિદેશી દારૂની ૧.૮૫ લાખની ૧૩૨ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

શહેર પીસીબીની ટીમ ભક્‍તિનગર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ.કુલદીપસિંહ જાડેજા તથા પો.કોન્‍સ.યુવરાજસિંહ રાણાને સંયુક્‍ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે ગોપાલનગર શેરી નંબર-૨માં જીજે-૦૩-એનબી-૯૬૨૪ નંબરની મારુતિ કાર ઉભી છે તેમાં ઈંગ્‍લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પીસીબીની ટીમે સ્‍થળ પર પહોંચી ત્‍યાં કારમાં બેઠેલા શખસની પુછપરછ કરતા પોતાનું નામ હરેશ સોલંકી (રહે- કોઠારીયા મેઈન રોડ, નીલકંઠ પાર્ક શેરી નંબર-૫)જણાવ્‍યું હતું. કારની તલાસી લેતા ડેકી અને પાછળથી સીટમાં રાખવામાં આવેલા બોક્‍સની તલાસી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્‍ડની ઈંગ્‍લીશ દારૂની બોટલો કુલ નંગ ૧૩૨ કી.રૂ.૧,૮૫,૫૯૨ની મળી આવતા કાર સહીત રૂ.૫,૮૫,૫૯૨નો મુદામાલ કબ્‍જે કરી ચાલક હરેશ સોલંકીની ધરપકડ કરી ભકિતનગર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્‍યો હતો. શખ્‍સની પુછપરછ કરતા આ દારૂ  ફાળદંગ ગામે રહેતા શિવરાજ ધીરૂભાઈ વાળાએ પોતાની વાડીએથી ભરી આપ્‍યો હોવાની કબૂલાત આપતા પોલીસે શિવરાજ સામે પણ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ ત્રાજીયા, પીએસઆઇ જાડેજા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

 

(3:36 PM IST)