<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

રાજકોટમાં પાંચ વર્ષથી વિખૂટા પડેલા પુત્રનું પરિવાર સાથે સુખદ મિલન : જૂઓ વિડીયો

રાજકોટ એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની સફળ કામગીરી: પોલીસ કમિશનર બરજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઈનું માર્ગદર્શન

​રાજકોટ: શહેર પોલીસ દ્વારા ગુમ થયેલા વ્યક્તિઓ અને બાળકોને શોધી કાઢવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એલ.સી.બી. ઝોન-૨ ની ટીમે પ્રશંસનીય સફળતા મેળવી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી ગુમ થયેલા એક યુવકને શોધી કાઢી, તેને તેના પરિવાર સાથે મેળવી આપી પોલીસે માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

​વર્ષ ૨૦૦૭થી ગુમ થયેલ વ્યક્તિઓ અને બાળકોને શોધવા તેમજ અપહરણના કેસોમાં અસરકારક કામગીરી કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ રાકેશ દેસાઈ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. ઝોન-૨ ની ટીમ સતત કાર્યરત હતી.

​ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુમ નોંધ મુજબ, ઈકબાલ સાહીદભાઈ કથીરી (ઉંમર ૨૮) ગત તા. ૧૨/૦૯/૨૦૨૧ થી ગુમ થયા હતા. આ યુવક છેલ્લા પાંચેક વર્ષથી પોતાના પરિવારથી દૂર હતો. તપાસ દરમિયાન પી.એસ.આઈ. આર.એચ. ઝાલા અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી માહિતી એકત્ર કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ગુમ થયેલ યુવક ગાંધીનગરના કોબા વિસ્તારમાં છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકને શોધી કાઢ્યો હતો.

​પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી ઈકબાલ કથીરીને તેના પરિવાર અને ખાસ કરીને તેની માતા સાથે મેળાપ કરાવ્યો હતો. પાંચ-પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ પુત્રને હેમખેમ પરત જોતા પરિવારમાં ખુશી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોએ રાજકોટ શહેર પોલીસની આ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

​આ સફળ કામગીરીમાં એલ.સી.બી. ઝોન-૨ ના પી.એસ.આઈ. આર.એચ. ઝાલાની આગેવાની હેઠળ એ.એસ.આઈ. હરપાલસિંહ જશુભા જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ બાપાલાલ ગોહિલ દ્વારા સક્રિય ભૂમિકા ભજવવામાં આવી હત

(8:17 PM IST)