<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

૯ ગુનાઓમાં સામેલ હમીરે હવે રિક્ષા ચોરીઃ એલસીબી ઝોન-૨એ પકડયો

ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ એસ. વી. ચુડાસમા, હરપાલસિંહ, જયંતિભાઇ, રાજેશભાઇની ટીમની કામગીરી

રાજકોટ તા. ૩૦: શહેર એલસીબી ઝોન-૨ ટીમે વધુ એક વાહનચોરીનો ભેદ ઉકેલ્‍યો છે. માલવીયાનગર પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાંથી રિક્ષા ચોરાઇ જતાં ગુનો નોંધાયો હતો. આ ગુનો ઉકેલી રીઢા ગુનેગારની છાપ ધરાવતાં હમીર કરમણભાઇ કુવરીયા (ઉ.વ.૩૦-રહે. મચ્‍છોનગર કવાર્ટરની બાજુમાં, રૈયાધાર પાણીના ટાંકા પાછળ મફતીયાપરા)ને પકડી લઇ જીજે૦૩એયુ-૩૭૯૧ નંબરની રિક્ષા કબ્‍જે કરી છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમીને આધારે હમીરને કાલાવડ રોડ અન્‍ડર બ્રીજ નજીક બગીચા પાસેથી રિક્ષા સાથે પકડી લીધો હતો. આકરી પુછતાછમાં આ રિક્ષા થોડા સમય પહેલા નાના મવા સર્કલ પાસેથી ચોરી કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી માલવીયાનગર પોલીસને સોંપ્‍યો હતો.

પોલીસના કહેવા મુજબ હમીર અગાઉ બી-ડિવીઝન, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, આજીડેમ પોલીસ સ્‍ટેશનોમાં અલગ અલગ નવ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. જેમાં ચોરી, દારૂ સહિતના ગુના સામેલ છે. આ ઉપરાંત બે વખત પાસામાં જઇ આવ્‍યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્‍સ. શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, સહદેવસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર, કોન્‍સ. કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી. 

(3:14 PM IST)