<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

હળાહળ કળીયુગમાં પણ અકબંધ, સૌને જન્‍માષ્‍ટમીની શુભેચ્‍છા : ઉદય કાનગડ

રાજકોટ, તા, રઃ ઘારાસભ્‍ય ઉદય કાનગડે શહેરીજનો ને જન્‍માષ્ટમી પર્વની શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે જન્‍માષ્ટમીનો પવિત્ર અવસર શ્રીકળષ્‍ણના દિવ્‍ય જીવનમાંથી ધર્મ, કર્તવ્‍ય અને પ્રેમના સંદેશને ઉજાગર કરે છે.જન્‍માષ્ટમી એટલે માત્ર ભગવાન શ્રીકળષ્‍ણના જન્‍મનો ઉત્‍સવ નહી, પરંતુ ધર્મ, કર્મ, પ્રેમ, પ્રજ્ઞા અને પરાક્રમના અદ્વિતીય અવતારને નમન કરવાનો પાવન અવસર.અંધકારમય કારાગળહમાં પ્રગટેલો એ દિવ્‍ય પ્રકાશ આજે પણ સમગ્ર માનવજાતને સત્‍ય અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.

 આજે રાંધણ છઠ્ઠથી જ જન્‍માષ્ટમી પર્વનો રંગેચંગે પ્રારંભ થતો હોય સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ગોકુળીયો માહોલ છવાયો છે, જનસમુદાયમાં જશોદાના જાયાને વધાવવા અનેરો થનગનાટ વ્‍યાપી ગયો છે. શ્રાવણ વદ આઠમ (કળષ્‍ણ પક્ષ) એટલે કે શ્રીકળષ્‍ણના જન્‍મદિવસને જન્‍માષ્ટમી તરીકે ઉજવાય છે ત્‍યારે સમગ્ર ભારતભરમાં ખુબ જ ઉત્‍સાહ થી ઉજવાતો આ તહેવાર કળષ્‍ણજન્‍મોત્‍સવ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે લોકો ઘરમાં તેમજ મંદિરોમાં ભવ્‍ય ઉજવણી કરે છે અને સમગ્ર જનસમુદાય કળષ્‍ણભક્‍તિમાં ડૂબી જાય છે, આ દિવસોમાં રસ્‍તાઓ પર મટકી ફોડના કાર્યક્રમો યોજાય છે અને ઁનંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીઁ અને ઁ ગોવિંદા આલા રે, જરા મટકી સંભાલ બ્રજબાલાઁ ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠે છે.

ભગવાન શ્રીકળષ્‍ણનું જીવન સમગ્ર માનવજાત ને ધર્મનું પાલન, ન્‍યાયની સ્‍થાપના અને સત્‍યના માર્ગે અડગ રહેવાની પ્રેરણા આપે છે. ગીતા ઉપદેશમાં તેમણે કર્તવ્‍ય, નિષ્‍કામ સેવા અને સમાનભાવના જે મૂલ્‍યો આપ્‍યા છે, તે આજના સમયમાં પણ તેટલા જ પ્રસ્‍તુત છે. જન્‍માષ્ટમી પર્વ આપણને સૌને જીવનમાં સદભાવ, સહકાર અને સંકલ્‍પશક્‍તિ જાળવી રાખવાની પ્રેરણા આપે છે.

કળષ્‍ણજન્‍મને વધાવવા બાળકો-યુવાઓ-મહીલાઓ-વળધ્‍ધોમાં જે અદમ્‍ય ઉત્‍સાહ જોવા મળે છે એ જ બતાવે છે કે કળષ્‍ણ એ દરેક વયના લોકોને આકર્ષિત કરી શકતું મોહક વ્‍યકિતત્‍વ છે અને કળષ્‍ણનો કરીશ્‍મા આટઆટલા વર્ષે આ હળાહળ કળીયુગમાં પણ અકબંધ છે. એટલે જ તો કળષ્‍ણ મંદિરની મૂર્તિમાં જ નહી, માતાની મમતામાં, મિત્રની નિષ્ઠામાં, કર્તવ્‍યની કઠોરતામાં, પ્રેમની પવિત્રતામાં અને અન્‍યાય સામે ઉભા રહેવાની હિંમતમાં પણ જીવંત છે.

અંતમાં ધારાસભ્‍ય ઉદય કાનગવડે શહેરીજનોને જન્‍માષ્‍ટમી પર્વે સૌના જીવનમાં પ્રેમ, પ્રજ્ઞા, પરાક્રમ અને ધર્મનો પ્રકાશ પથરાય એવી શુભેચ્‍છા પાઠવેલ હતી.

(2:59 PM IST)