<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

હાશ... ચુંટણી પુરીઃ મહીનાઓની દોડધામ બાદ ભાજપ-કોંગ્રેસ-આપનાં ઉમેદવારો રોજીંદી પ્રવૃતિઓમાં વ્‍યસ્‍ત

રાજકોટ, તા. ર૭: મનપાની ચુંટણી માટે છેલ્લા છ મહીનાથી સતત દિવસ-રાત દોડધામમાં વ્‍યસ્‍ત રહેલા રાજકીય આગેવાનો-કાર્યકરોએ ચુંટણી પુર્ણ થતા હાશકારો અનુભવ્‍યો છે. આજે સવારે ભાજપ-કોંગ્રેસ અને આપનાં ચુંટણી લડનારા ઉમેદવારો તેઓની રોજીંદી પ્રવળતીમાં વ્‍યસ્‍ત બની. હળવાશ અનુભવી રહયા હતા. તે વખતની તસ્‍વીર ક્રમાનુસાર આ મુજબ છે. વોર્ડ નં. ૭ના ભાજપનાં ઉમેદવાર નેહલ શુકલ પ્રસંગમાં બહાર જઇ રહયા છે જયારે પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ અને વોર્ડ નં. ૩ના કોંગ્રેસના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલાએ નિવાસ્‍થાને રસોઇ બનાવી હાશકારો અનુભવ્‍યો હતો. વોર્ડનં. રના ભાજપના ઉમેદવાર ધૈર્ય પારેખ પોતાના નિવાસ્‍થાને કામમાં વ્‍યસ્‍ત થઇ ગયા. વોર્ડ નં. ૩ના કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણી તેઓની ઓફીસ વર્કમાં વ્‍યસ્‍ત થઇ ગયેલ. ભાજપનાં પ્રદીપ ડવ તથા અશ્વિન ભોરણીયા કાર્યકરો સાથે ચુંટણી વિશ્‍લેષણમાં વ્‍યસ્‍ત હતા. વોર્ડ નં. ૮નાં કોંગ્રેસનાં ઉમેદવાર રણજીત મુંઘવા મંદિરમાં સેવા પૂજામાં વ્‍યસ્‍ત થયા હતા. આપના શિવલાલભાઇ બારશીયા તેઓની ઓફીસે કામમાં વ્‍યસ્‍ત તથા આપના શહેર વોર્ડ નં. ૪ ના રાહુલ ભુવા મત આકવામાં વિશ્‍લેષણમાં વ્‍યસ્‍ત જોવા મળે છે. જયારે વોર્ડ નં. ૧ર ના કોંગ્રેસના ઉમેદવાર સંજય અજુડીયા અને તેમના ધર્મપત્‍ની અખબાર વાંચી રહયા છે. વોર્ડ નં. ૧૦ ના ભાજપના ઉમેદવાર ધનશ્‍યામ હેરભા પોતાની ઓફીસમાં વ્‍યસ્‍ત થઇ ગયા છે. વોર્ડ નં. ૧૩ ના ભાજપના ઉમેદવાર મોહિતસિંહ જાડેજા અખબાર વાંચવામાં વ્‍યસ્‍ત છે. વોર્ડ નં. ૬ ના પરેશ પીપળીયા મીત્રની ઓફીસે હળવી પળોમાં  વ્‍યસ્‍થ તથા વોર્ડ નં. ૧ર ના કોંગ્રેસના ઉમેદવાર ઉર્વશીબા જાડેજા રસોઇ કામમાં વ્‍યસ્‍ત જોવા મળી રહયા છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:53 PM IST)